સુરતમાં વધુ એક હનીટ્રેપ: 'સ્પા'ના નામે વેપારીને 10 લાખમાં રોવડાવ્યો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-19 16:34:35
  • Views : 102
  • Modified Date : 2023-06-19 16:34:35

સુરતમાં વધુ એક હનીટ્રેપની ઘટના પ્રકાશમાં આવી છે. હનીટ્રેપના સમગ્ર મામલે સુરત ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે અને 1 આરોપીની ધરપકડ પણ કરી છે. વિગતો મુજબ વેપારીને હનીટ્રેપમાં ફસાવીને  ઓનલાઈન રૂપિયા 10 લાખ પડાવ્યા હતાં.પાપ્ત માહિતી મુજબ વેસુ ખાતે વેપારીને બોલાવીને હનીટ્રેપમાં આરોપીઓએ ફસાવ્યો હતો. નાણાકીય તકલીફ હોવાથી આરોપી ટાળકીએ સ્પાના સંચાલકો સાથે મળી હનીટ્રેપનો પ્લાન બનાવ્યો હતો જે બાદ હિરેન યાદવ, ગોપી પટેલ, સ્પાના દલાલ રોહિત સાથે મળી હનીટ્રેપનો પ્લાન ઘડ્યો હતો. વેસુના મકાનમાં મસાજના બહાને બોલાવી રૂમમાં બનાવટી પોલીસ બની આવેલા શખ્સોએ રૂપિયા પડાવ્યા હતાં. તેમજ વેપારીને દુષ્કર્મ અને છેડતીના ગુનામાં ફસાવી દેવાની ધમકી પણ આપી હતી, સાથો સાથ ATM કાર્ડ, મોબાઈલ બેકિંગ સને ઓનલાઈન ટ્રાન્સફર દ્વારા રૂપિયા પણ ખંખેરી લીધા હતાં. હનીટ્રેપના ગુનામાં સંડોવાયેલ ટોળકી પૈકીના એક આરોપીની પોલીસે  ધરપકડ કરી છે જેનું  વીડી ધનજી કાકડીયા છે તેમજ અન્ય 3 સાગરીતો હાલ ફરાર છે જેમને ઝડપવા પોલીસે ચક્રોને ગતિમાન કર્યા છે. પોલીસ તપાસમાં આરોપીઓએ અન્ય હનીટ્રેપ કરી રૂપિયા પડાવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. સાથો સાથ આરોપી પાસેથી રોકડા રૂપિયા 3 લાખ કબ્જે કરાયા છે.

Download Our B K News Today App



Related News