ઉત્તર ગુજરાતમાં વધુ એક સરકારી સિવિલ હોસ્પિટલ નિર્માણ થશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-24 16:18:47
  • Views : 75
  • Modified Date : 2023-12-24 16:18:47

રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક સુવિધાઓને લઈ ભાર મુકવામાં આવી રહ્યો છે. પાણી, રોડ-રસ્તા, શિક્ષણ અને આરોગ્ય જેવી સુવિધાઓ છેવાડાના વિસ્તારો સુધી વધુ સારી રીતે વિસ્તરે એ માટેના આયોજન કરવામાં આવી રહ્યા છે. આ માટે છેવાડાના વિસ્તારોમાં સરકારના નેતાઓ અને અધિકારીઓ ગામડાઓ ખૂંદી રહ્યા છે. જેથી સમસ્યાઓને જાણી શકાય અને તેને દૂર કરવાના ઉપાયો મેળવી શકાય.હાલમાં જ આવી રીતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી થરાદના પ્રવાસ દરમિયાન વિસ્તારના લોકોને માટે ખુશીના સમાચાર આપ્યા છે. તેઓ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથને લઈ પ્રવાસે પહોંચ્યા હતા. જ્યાં લોકોને આરોગ્યની સમસ્યા છેવાડાના વિસ્તારમાં થોડા દિવસોમા દૂર થઈ જવાની આશાઓ દર્શાવી હતી.થરાદ અને તેની આસપાસના વિસ્તારના લોકો માટે હાલમાં સરકારી હોસ્પિટલ અને તબિબોનું માળખું અંતરિયાળ વિસ્તારમાં ફેલાયેલું છે. જેમના થકી વિસ્તારના લોકોને આરોગ્યની સમસ્યામાં મોટી રાહત મળી રહી છે. પરંતુ હવે થરાદ વિસ્તારમાં એવી નવી સરકારી હોસ્પિટલ તૈયાર કરવામાં આવશે કે, સ્થાનિક લોકોને હવે મોટા ભાગની મોટી તકલીફોમાં સ્થાનિક હોસ્પિટલમાં જ સારવાર મળી રહેશે.આ માટે રાજ્ય સરકાર દ્વારા થરાદમાં અદ્યતન સરકારી હોસ્પિટલનું નિર્માણ થનારુ છે. આ માટે 50 કરોડ રુપિયાનો ખર્ચ થનાર છે. વિધાનસભા અધ્યક્ષે આગળ પણ કહ્યુ હતુ કે, જેનું ખાતમુર્હૂત પણ આગામી મહિને કરવામાં આવનાર છે. આમ હવે ટૂંક સમયમાં જ નિર્માણ કાર્ય ઝડપથી શરુ કરવામાં આવશે. આ હોસ્પિટલના નિર્માણ બાદ વિસ્તારને સૌથી મોટી રાહત સર્જાઈ જશે.વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથના કાર્યક્રમને લઈ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ થરાદ વિસ્તારમાં પ્રવાસ ખેડ્યો હતો. શંકર ચૌધરી આ વિસ્તારના સ્થાનિક ધારાસભ્ય છે અને તેઓએ વિસ્તારના લોકો સાથે મુલાકાત કરીને આરોગ્યની નવી ભેટ મળવા જઈ રહી હોવાને લઈ સમાચાર આપ્યા હતા. વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો છેવાડાના વિસ્તારમાં પણ હાજર જોવા મળવાને લઈ સ્થાનિક ધારાસભ્યએ આભાર વ્યક્ત કર્યો હતો.

Download Our B K News Today App



Related News