જમ્મુ નજીક રાજૌરીમાં હિંદુઓ ઉપર વધુ એક વિસ્ફોટ,રાજૌરીમાં હિન્દુઓને ટાર્ગેટ કરતો પ્રચંડ બોંબ વિસ્ફોટ થતાં એક બાળકનું મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-01-03 15:48:02
  • Views : 424
  • Modified Date : 2023-01-03 15:48:02

જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં પ્રચંડ બોંબ વિસ્ફોટ થયો હતો.આ વિસ્ફોટ રાજૌરી ના ઢાંગરીમાં થયો છે. એક રાષ્ટ્રીય સમાચાર એજન્સીના કહેવા મુજબ આ બ્લાસ્ટમાં એક બાળકનું મોત થયું છે અને બે લોકો ઘાયલ થયાના સમાચાર છે. જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.બ્લાસ્ટના થોડા સમય પહેલા ઢાંગરી ચોકમાં પ્રદર્શન થયું હતું. આના થોડા સમય બાદ ત્યાં વિસ્ફોટ થયો હતો. હાલ સુરક્ષાદળો સ્થળ પર હાજર છે. વધુ વિગતોની રાહ જોઈ રહ્યા છીએ.

ઉલ્લેખનીય છે કે ગઈકાલે આ ગામમાં આતંકીઓએ ચાર નાગરિકોની હત્યા કરી નાખી હતી. ઢાંગરી ગામમાં હિન્દુ પરિવારોને નિશાન બનાવવાના વિરોધમાં આજે રાજૌરી બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જાણવા મળી રહ્યું છે કે બ્લાસ્ટ પહેલા વિરોધ કરવામાં આવ્યો હતો.

શ્રીનગરમાં રવિવારે રાત્રે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના એક વાહન પર ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો હતો. ઘટના શ્રીનગરના એમ.કે ચોકની છે. જો કે, ગ્રેનેડ નિશાન ચૂકી ગયો હતો અને તેમાં એક સ્થાનિક યુવાન ઘાયલ થયો હતો.

શ્રીનગર પોલીસે જણાવ્યું હતું કે એમકે ચોકના ભીડભાડવાળા વિસ્તારમાં સીઆરપીએફના વાહન પર ગ્રેનેડ ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ હુમલો ચૂકી ગયો હતો અને એક સ્થાનિક નાગરિકને સામાન્ય ઈજા થઈ હતી. પોલીસે જણાવ્યું હતું કે ગુનેગારને પકડવા માટે વિસ્તારમાં શોધખોળ શરૂ કરવામાં આવી છે

Download Our B K News Today App



Related News