ડીસાના રાણપુર વચલા વાસ મર્ડર કેસમાં વધુ એક આરોપીની ધરપકડ : હત્યારા બે પુત્ર બાદ પિતા ની પણ અટકાયત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-02 11:24:13
  • Views : 403
  • Modified Date : 2022-08-02 11:24:13

ડીસાના રાણપુર વચલા વાસ ગામે બે દિવસ અગાઉ એક યુવક ની ગુપ્તિ ના ઘા મારી હત્યા કરવાના કેસમાં બે પુત્ર સહિત ત્રણ લોકો ની અટકાયત બાદ ફરાર હત્યારા પિતા ની પણ અટકાયત કરાઈ છે. હત્યા કરી નાસી સુટેલા આરોપી નાનુજી ઠાકોરને પોલીસે રાત્રે વાસણા ગામેથી દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે . . .

ડીસા તાલુકામાં છેલ્લા ઘણા સમયથી ગુનાહિત ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે ખાસ કરીને હત્યાના બનાવોમાં ડીસા તાલુકામાં સતત વધારો થઈ રહ્યો છે જે અંતર્ગત ડીસાના રાણપુર વચલા વાસ ગામે રહેતા પોપટજી ઠાકોરની બે દિવસ અગાઉ ગામના જ રણજીતજી ઠાકોર રાહુલજી ઠાકોર, નાનુજી ઠાકોર અને મફાજી ઠાકોરે કરપીણ હત્યા કરી હતી. મૃતક પોપટજી ઠાકોરને રણજીત ઠાકોરની પત્ની વિશે જેમતેમ બોલતો હોવાનો વહેમ રાખી ગુપ્તિ ના ઘા મારી હત્યા કરાવી હતી જેમાં પોલીસે હત્યા કરનાર બે ભાઈઓ રણજીત અને રાહુલ ઠાકોર તેમજ હત્યા માટે ઉશ્કેરણી કરનાર મફા ઠાકોરને ઝડપી લીધા હતા અને ડીસાની નામદાર કોર્ટમાં રજૂ કરતી ત્રણેય આરોપીઓને સબજેલ મોકલ્યા હતા જ્યારે ફરાર રણજીત ના પિતા નાનુજી ઠાકોર નાસી જતા ડીસા તાલુકા પોલીસે તેઓની શોધખોળ હાથ ધરી હતી અને  ડીસાના વાસણા ગામેથી નાનુજી ઠાકોરને પણ ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે .

 

Download Our B K News Today App



Related News