ડીસાની નવજીવન બી.એડ કોલેજમાં વન મિનિટ ગેમ શો નું આયોજન કરાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-07 10:42:49
  • Views : 251
  • Modified Date : 2022-05-07 10:42:49

 

ડીસા ખાતે આવેલી શ્રી નવજીવન બી.એડ કોલેજ ખાતે એક મિનિટ શો રમત ગમતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લીંબુ ચમચી, સોયમાં દોરો પરોવવો, ફુગ્ગા ફુલાવવા ,બિસ્કીટ ખાવા, લોટમાંથી ચોકલેટ નીકાળવી, ચાંદલા ચોટાડવા વગેરે જેવી રમતો રાખવામાં આવી હતી. જેમાં સેમેસ્ટર _2 તાલીમાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સાથે સાથે બી.એડ કોલેજના અધ્યાપકોએ પણ ભાગ લીધો હતો. આ બાબતે અધ્યાપક અમિતકુમાર સોલંકીએ જણાવ્યું કે એક્ટિવિટી બાય લર્નિંગ ના અભિગમથી આજરોજ વન મિનિટ ગેમ શો નુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ નાની-મોટી રમત દ્વારા કેવી રીતે કૌશલ્ય વિકસાવી શકાય છે તે અંગે તાલીમાર્થીઓએ નવીન જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. આ કાર્યક્રમમાં કોલેજના આચાર્ય ડોક્ટર સોનલબેન પ્રજાપતિ ,અધ્યાપક નીરવભાઈ પરમાર, અમિતકુમાર સોલંકી, જયેશભાઈ ઠક્કર, અમિતભાઈ ઠાકર બીનાબેન પટેલ, રમેશભાઇ પટેલ લાઈબ્રેરીયન મહેશભાઈ ચૌધરી તથા ક્લાર્ક અનિલભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

Download Our B K News Today App



Related News