અમીરગઢ તાલુકા પાસે આવેલ પંચમુખી બ્રિજ પર અકસ્માત એકનું મોત એક ઘાયલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-02 12:52:17
  • Views : 246
  • Modified Date : 2022-03-02 12:52:17

અમીરગઢ તાલુકા પાસે આવેલ પંચમુખી બ્રિજ પર અકસ્માત એકનું મોત એક ઘાયલ

 

સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્માતના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે ખાસ કરીને નેશનલ હાઈવે પર સૌથી વધુ માર્ગ અકસ્માતના બનાવો વધી રહ્યા છે પાલનપુર થી આબુરોડ ને જોડતા નેશનલ હાઈવે પર છેલ્લા એક વર્ષમાં અનેક નાના-મોટા અકસ્માતો સર્જાય છે જેમાં અત્યાર સુધી અનેક લોકો મોતને ભેટ્યા છે તો ક્યાંક લોકો ઈજાગ્રસ્ત થયા છે ત્યારે પાલનપુર થી આબુ રોડ પર વારંવાર સર્જાતા અકસ્માતને લઈ વાહનચાલકોમાં પણ જોવા મળી રહ્યો છે ત્યારે હાલમાં બનાસકાંઠા જિલ્લામાં બટાટાની કરવાની સીઝન ચાલી રહી છે જેના કારણે રોજેરોજ નેશનલ હાઈવે પર ટ્રેક્ટર અને ટ્રકો મારફતે બટાટા ભરીને ખેડૂતો કોલ્ડ સ્ટોરેજ સુધી બટાટા લઈ જઈ રહ્યા છે ત્યારે અમીરગઢ તાલુકાના પંચમુખી બ્રિજ પર બટાકા ના ખેતરમાં કામ કરીને રિક્ષા લઈને મજૂર વર્ગ જઈ રહ્યો હતો તે સમયે પાછળથી બટાટા ફરીને આવી રહેલ ટ્રેકટરને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં રિક્ષામાં સવાર આદિવાસી યુવતીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે અન્ય એક યુવકને ઇજાઓ થતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો આ અકસ્માતના પગલે આદિવાસી લોકોના ઘટનાસ્થળે ટોળેટોળા ઉમટી પડ્યા હતા જે બાદ આ અંગેની જાણ પોલીસને થતા પોલીસ પણ અકસ્માત સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી

Download Our B K News Today App



Related News