ડીસા-થરાદ હાઇવે પર આગથળા નજીક લક્ઝરી અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત : એકનું મોત, આઠ ઘાયલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-18 11:34:43
  • Views : 328
  • Modified Date : 2022-05-18 11:34:43

ડીસા-થરાદ હાઇવે પર આગથળા નજીક લક્ઝરી અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત : એકનું મોત, આઠ ઘાયલ

ડીસા થરાદ હાઇવે પર આવેલા આગથળા નજીક લક્ઝરી અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો સવાલ 10 લોકો માંથી આઠ લોકોને ઈજા થઈ હતી તેમજ એક મહિલાનું મોત થયું હતું ઘટનાને પગલે ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને તાત્કાલિક ગાયોને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા...

 

બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતની ઘટના નો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં હાલમાં નેશનલ હાઈવે પર વારંવાર નાના-મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે મોટાભાગે મોટા હેવી વાહનોના વારંવાર ગફલત ભર્યા ડ્રાઇવિંગ ના કારણે રોજે રોજ એક બાદ એક અકસ્માતો સામે આવી રહ્યા છે વારંવાર સર્જાતા આવા અકસ્માતોમાં અત્યાર સુધી અનેક લોકો મોતને ભેટ્યા છે તો અનેક લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે ત્યારે આજે વધુ એક બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં આઠ લોકો ઈજાગ્રસ્ત થયા છે અને એક મહિલાનું મોત થયું છે સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો ડીસા-થરાદ હાઈવે પર આવેલ આગથળા નજીક લક્ઝરી બસ ડીસા તરફ થી પુર ઝડપી  આવી રહી હતી તેમજ આગળ જઈ રહેલ ટ્રેકટરમાં 10 લોકો સવાર ચિત્રોડા થી આગળ બાજરી કાપવા માટે જતા હતા.જેમને આગથાલા નજીક અકસ્માત નડ્યો હતો.આ લક્ઝરી બસ અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાતા મીનાબેન શંકરભાઈ વાદી નું મોત થયું હતું તેમજ ટ્રેકટરમાં સવાર અન્ય 8 લોકો ઇજાગ્રસ્ત થતા સારવાર માટે લાખણી રેફરલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જે બાદ વધુ સારવાર માટે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા...

Download Our B K News Today App



Related News