ઈકબાલગઢ પાલનપુર વચ્ચે નેશનલ હાઈવે પર બે ટ્રકો વચ્ચે અકસ્માત સર્જાયો એક નું મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-20 10:48:01
  • Views : 286
  • Modified Date : 2022-05-20 10:48:01

 

પાછળ ના ટ્રકમાં ડ્રાઇવર ફસાતા સતત નીકળવાના પ્રયત્નો હાથ ધર્યા બાદ પણ ડ્રાઇવરનું પ્રાણપંખેરુ ઉડી ગયું

 

એલ એન્ડ ટી 108 અને અમીરગઢ  પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી

 

ઈકબાલગઢ પાલનપુર હાઈવે રોડ પર બે ટ્રક વચ્ચે અકસ્માત થયાની ઘટના સામે આવી છે જો કે પાછલા ટ્રકમાં અકસ્માતના કારણે કેબિનમાં ડ્રાઇવર ફસાઈ જતા તેનું મોત નીપજ્યું હતું અકસ્માતના પગલે નેશનલ હાઈવે ઉપર ટ્રાફિક જામના દૃશ્યો સામે આવ્યા હતા એલ એન્ડ ટી વિભાગ તેમજ 108 અને અમીરગઢ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી

 

 બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સીલસીલો યથાવત જોવા મળી રહ્યો છે જોકે અકસ્માતો મા એક બાદ એક લોકો જીવ ગુમાવવા પડે છે જેમાં પાલનપુર આબુ રોડ હાઇવે પર ઇકબાલગઢ નજીક બે ટ્રકો વચ્ચે રાત્રીના સમયે અકસ્માત સર્જાયો હતો અકસ્માત સર્જાતાં જ વાહન ચલાકો તેમજ આજુબાજુ લોકો એકત્ર થયા હતા અને પાછળ ના ટ્રકમા ફસાયેલ ડ્રાઈવરને બચાવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા જોકે ડ્રાઇવર બહાર ના નીકળતા સ્થાનિક લોકોએ એલ એન્ડ ટી 108 અને અમીરગઢ પોલીસને જાણ થતા ઘટનાસ્થળ પર પહોંચી ડ્રાઇવર ને બચાવવા ના પ્રયત્ન કર્યા હતા પરંતુ ડ્રાઇવરનું આખરે પ્રાણપંખેરુ ઉડી ગયું હતું જો કે અકસ્માતના પગલે નેશનલ હાઈવે પર ટ્રાફિકજામનાં દૃશ્યો સામે આવતા પોલીસ તેમજ એલ એન્ડ ટી વિભાગ એ ટ્રાફિક નિયંત્રણ કરાવી મુર્તક ઈસમની લાસ ને પીએમ અર્થે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે

Download Our B K News Today App



Related News