ડીસા તાલુકાના જૂનાડીસા હાઈવે પર અકસ્માત સર્જાતા ઘટનાસ્થળે એકનું મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-05 11:59:11
  • Views : 366
  • Modified Date : 2022-03-05 11:59:11

ડીસા તાલુકાના જૂનાડીસા હાઈવે પર અકસ્માત સર્જાતા ઘટનાસ્થળે એકનું મોત

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્માતના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ખાસ કરીને વાત કરવામાં આવે તો હાઈવે વિસ્તાર પર હેવી વાહનોના ગફલત ડ્રાઇવિંગ ના કારણે અવારનવાર નાના-મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે. વારંવાર સર્જાતા અકસ્માતોના કારણે અત્યાર સુધી અનેક લોકો મોતને ભેટયા છે ત્યારે આજરોજ ડીસા તાલુકાના જૂનાડીસા હાઇવે પર વધુ એક અકસ્માત સર્જાયો હતો જેમાં અજાણ્યા વાહનચાલકે લુણપુર ગામ ના એક આધેડ ને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું માથાના ભાગે રોડ પર પટકાતા ગંભીર ઇજાઓ થઇ હતી જેના કારણે આ તેનું ઘટના સ્થળે જ અકસ્માતમાં મોત નિપજ્યું હતું.આ અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા જે બાદ સ્થાનિક લોકોએ ડીસા તાલુકા પોલીસ મથકે જાણ કરતા ડીસા તાલુકા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

Download Our B K News Today App



Related News