નવસારી નજીક નેશનલ હાઈવે પર ટાયર ફાટતાં ડિવાઈડર કુદાવીને સામેના ટ્રેક પર ગયેલી કાર બીજી કાર સાથે ટકરાતા એકનું મોત, 3 ઈજાગ્રસ્ત.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-30 16:38:29
  • Views : 362
  • Modified Date : 2020-12-30 16:38:29

    નવસારી નજીકથી પસાર થતાં નેશનલ હાઈવે નંબર 48 પર ગમખ્વાર એક્સિડન્ટ સર્જાયો હતો. ચીખલી તાલુના આલીપોર હાઈવે પાસેના ઓવરબ્રિજ પાસે એક્સિડન્ટ સર્જાયો હોય છે. જેમાં વલસડાથી સુરત તરફ જતી હોન્ડા સિટી કારનું ટાયર ફાટ્યું હતું. જેથી કાર મુંબઈ અમદાવાદનો ટ્રેક કુદાવીને સામેની સાઈડ જતી રહી હતી. અમદાવાદ મુંબઈ ટ્રેક પર ફંગોળાયેલી કાર સામેથી આવતી i-10કાર સાથે અથડાઈ હતી. જેથી કારમાં સવાર એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ત્રણ લોકોને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

    નવસારી જિલ્લાના ચીખલી તાલુકા પાસે આવેલા આલીપોર હાઇવે પાસેના ઓવરબ્રિજ પાસેથી વલસાડથી સુરત તરફ જતા વેળા ત્યારે 12: 15 કલાકે મૂળ વલસાડના ખુશાલભાઈ ભારતીની હોન્ડાસિટી કારનું ટાયર ફાટતા મુંબઈ અમદાવાદનો ટ્રેક કુદાવીને કાર અમદાવાદ મુંબઈ ટ્રેક પર ફંગોળાઈ હતી. જેથી સામે થી આવતી i-10 કાર કે, જેમાં મૂળ વલસાડના અને વડોદરા ખાતે IPCL કંપનીમાં ફરજ બજાવતા 55 વર્ષીય પ્રકાશભાઈ છોવાડા સહિત પરિવાર સવાર હતાં. જેમાં ઘટનાસ્થળે જ પ્રકાશભાઈનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

    બે કાર વચ્ચે અકસ્માત થતા સ્થાનિકો દોડી આવ્યા અને ઘાયલોને સારવાર અર્થે ખસેડયા હતાં. તમામ ઈજાગ્રસ્તોને આલીપોરમાં હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે. અકસ્માતમાં મોતને ભેટનાર પ્રકાશભાઈ છોવાડાં અને પત્ની ભારતી સહિત પુત્ર મયુર કારમાં સવાર હતા તેમને પણ સારવાર આપવામાં આવી છે.જે કારનું ટાયર ફાટ્યું તેમાં સવાર ખુશાલભાઈ ભારતીને પણ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.


Download Our B K News Today App



Related News