વાઘોડિયામાં 4 વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલાની ઘટનામાં એકનું મોત, સાત આરોપીની ધરપકડ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-03-18 19:28:12
  • Views : 42
  • Modified Date : 2025-03-18 19:28:12

વડોદરાના વાઘોડિયા તાલુકામાં પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ચાર વિદેશી વિદ્યાર્થીઓને લીમડા ગામના તળાવ નજીક ધાર્મિક સ્થળ પાસે બુટ- ચંપલ પહેરીને નહીં આવવા ચેતવણી આપી હતી. જોકે તેમ છતાં વિદેશી વિદ્યાર્થીઓએ આવું કરતાં સ્થાનિક લોકોએ ચાર વિદેશી વિદ્યાર્થીઓને માર માર્યો હતો. આ ઘટનામાં એક વિદેશી વિદ્યાર્થીનું મૃત્યુ નિપજ્યું, જ્યારે અન્ય ત્રણની સ્થિતિ ગંભીર છે. હાલ આ મામલે સાત આરોપીઓની ધરપકડ કરી છે.

જાણો શું છે સમગ્ર મામલો

પ્રાપ્ત માહિતી મુજબ લીમડા ગામે આવેલી પારુલ યુનિવર્સિટીમાં પેટ્રોલિયમ એન્જિનિયરિંગ, કાર્ડિયોલોજી અને બીસીએમાં અભ્યાસ કરતા તેમજ હોસ્ટેલમાં રહેતા થાઈલેન્ડ, યુકે, મોઝામ્બિક અને સાઉથ સુદાનના ચાર વિદ્યાર્થીઓ ધુળેટીની સાંજે ઈન્ફિનિટિ હોસ્ટેલની પાછળ ગામના તળાવ કિનારે ફરવા માટે ગયા હતાં. તેઓ બુટ, ચંપલ પહેરીને તળાવ કિનારે આવેલી એક ધાર્મિક સ્થળ નજીક જતાં, ત્યાં હાજર એક શખસે બુટ, ચંપલ પહેરીને કેમ આવો છો? તેમ કહ્યા બાદ ભાષાની ગેરસમજ થતાં ઝઘડો થયો હતો.

Download Our B K News Today App



Related News