વલસાડ સિવિલમાં ફરી લાશોનો ખકડલો જોવા મળ્યો, ત્રણ ત્રણ દિવસના મુતદેહો ડી-કમ્પોઝ થતા દુર્ગંધ મારવા માંડ્યા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-18 12:44:45
  • Views : 478
  • Modified Date : 2021-04-18 12:44:45

    વલસાડ જિલ્લાની સિવિલ હોસ્પિટલના કોરોના આઇસોલેશન વોર્ડમાંથી એક પછી એક લાશો બહાર નીકળી રહી છે. સિવિલ હોસ્પિટલના PM રૂમમાં લાશનો ખડકલો જોવા મળી રહ્યો છે. લાશની અંતિમ ક્રિયા માટે જરૂરી પેપરો મૃત્યું સર્ટી વગેરે પેપર તૈયાર કરવામાં સિવિલ હોસ્પિટલ ખાતે ઘણી વાર લાગી રહી છે. જેને લઈને PM રૂમમાં અને કોરોના આઇસોલેશન વોર્ડમાં લાશનો ખડકલો લાગી રહ્યો છે. વલસાડ સિવિલ હોસ્પિટલ બહાર મૃતકના સ્વજનોએ કલાકો સુધી રાહ જોવી પડી રહી છે. જેને લઈને સિવિલ હોસ્પિટલની કાર્યવાહી સામે ઘણા વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. પરિવારજનોને મૃતકના અંતિમ દર્શન કરવા માટે 24થી 36 કલાકથી વધારે રાહ જોવી પડે છે. તો કેટલાક પરિવારજનો સિવિલ હોસ્પિટલ ખાતે અવિની કલ્પાંત રૂદન કરતા જોવા મળી રહ્યા છે.

    પરિવારનો કલ્પાંત જોઈને સિવિલ હોસ્પિટલના PM રૂમનો માહોલ શોકમગ્ન બની ગયો છે. દરેક પરિવાર જનોને પોતાના પરિવારના સભ્યના અંતિમ દર્શન કરવાની તાલાવેલીને લઈને પરિવારના સભ્યોમાં વહીવટી તંત્ર સામે આક્રોશ પણ જોવા મળી રહ્યો છે. વલસાડ આરોગ્ય વિભાગ મૃતકોના સાચા આંકડા જાહેર નથી કરી રહ્યું. જેને લઈને લોકોમાં કોરોના મહામારીનો ભય દૂર થઈ ગયો હોય તેમ દેખાઈ રહ્યું છે.

    વલસાડ સિવિલ હોસ્પિટલમાં હાલ 400 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. કોરોના સંક્રમિત દર્દીઓને ઓક્સિજન અને વેન્ટિલેટરની જરૂર ઉભી થાય ત્યારે અંતિમ ઘડીએ સિવિલ હોસ્પિટલમાં આવી રહ્યા છે. જેને લઈને મૃત્યુ વધી રહ્યા છે. મૃત્યુ થાય બાદ પેપર વર્ક તૈયાર કરવામાં થોડો સમય લાગી રહ્યો છે. સાથે સિવિલના આઉટ સોસર્સના કામદારોની ઘટ ઉભી થઇ રહી છે. વિશ્વા એજન્સી દ્વારા માણસો ઓછા આપવામાં આવી રહ્યા છે. જેને લઈને જેને લઈને સ્વજનોને લાશ સોંપવામાં વિલંબ થઈ રહ્યો છે.વોલેન્ટરી સેવા આપવા ઇચ્છતા લોકોને તમામ પ્રકારની સેફટી આપવામાં આવશે. જો કોઈ યુવકોએ સેવા આપવા ઇચ્છતા હોય તો તેઓની સેવાની સિવિલ હોસ્પિટલની ખુબજ જરૂર ઉભી થઇ રહી છે. કોવિડ વોર્ડમાંથી PM રૂમ સુધી લાશને લાવીને મુકવાની જવાબદારી નિભાવવા સેવાદરોને આગળ આવવા સિવિલ સુપરિટેન્ટન્ડ અમિત શાહે અપીલ કરી છે.


Download Our B K News Today App



Related News