અમદાવાદમાં ફરી એક વખત જોખમી સ્ટંટનો વીડિયો વાયરલ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-25 14:19:31
  • Views : 181
  • Modified Date : 2023-06-25 14:19:31

અમદાવાદમાં વારંવાર જોખમી સ્ટંટ કરતા વીડિયો વાયરલ થતા હોય છે, ત્યારે વધુ એક જોખમી સ્ટંટનો વીડિયો વાયરલ થયો છે. વાયરલ વીડિયો અમદાવાદના સિંધુ ભવન રોડનો  છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે મોપેડ ચાલક 2 યુવકો જોખમી સ્ટંટ કરી રહ્યા છે. આ યુવાનો જોખમી સ્ટંટ કરી પોતાનો અને અન્ય લોકોનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે. ત્યારે પોલીસ આવા લોકો સામે જરૂરી પગલા લે તે જરૂરી છે. આ યુવાનોએ પકડાય નહી તે માટે મોપેડના નંબર પ્લેટ સાથે પણ છેડછાડ કરી છે.આજનું યુવાધન સોશિયલ મીડિયામાં રિલ્સ બનાવવા અને વ્યુઅર્સ વધારવા માટે કોઈપણ પ્રકારના જોખમી સ્ટંટ કરતા હોય છે. તો આવા જોખમી સ્ટંટ ક્યારેક જીવલેણ સાબિત થતા હોય છે. જોખમી સ્ટંટ કે સેલ્ફી લેવાના ચક્કરમાં લોકો જીવ ગુમાવતા હોય છે. તેમ છતાં પણ આવા જોખમી સ્ટંટ કરવાનું લોકો બંધ કરતા નથી.

Download Our B K News Today App



Related News