થરાદ-ડીસા હાઈવે ઉપર ખોરડા કોલેજ પાસે પાણીનો બેફામ બગાડ પીવાના પાણીની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ પડ્યું પાણી પુરવઠા ની ઘોર બેદરકારી આવી સામે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-31 13:05:57
  • Views : 244
  • Modified Date : 2021-05-31 13:05:57

     સરકાર દ્વારા એક બાજુ ભવિષ્યના ગંભીર જળસંકટને ધ્યાનમાં રાખીને પાણીના ટીંપે ટીંપાની બચત માટે જળસંચયશક્તિ કાર્યક્રમ અમલમાં મુકીને પ્રજાને જાગૃત કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવેલા છે . થરાદ - ડીસા હાઇવે માર્ગ પર થરાદ આવતી પાણી પુરવઠા વિભાગના પીવાના પાણીની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ પડતાં તેને રિપેર કરાતાં પાણીનો બેફામ બગાડ થઇ રહ્યો છે . સરહદી વિસ્તારોના અનેક ગામોમાં પીવાના પાણીની ભારે સમસ્યાઓ સર્જાયેલી છે . લોકો પીવાના પાણી માટે ઠેરઠેર રઝળપાટ કરતા હોય છે . ત્યારે  થરાદ ડીસા હાઇવે પર આવેલી ખોરડા કોલેજ નજીકથી પસાર થતી પાણી પુરવઠા બોર્ડની લાઇનમા લિકેજના કારણે પાણીનો વેડફાટ થઇ રહ્યો છે . ભવિષ્યમાં સર્જનારી પાણીની કટોકટીને ધ્યાનમાં લઇને એક બાજુ સરકાર દ્વારા પાણીના ટીંપે ટીંપાની બચત કરવા જળશક્તિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે . ત્યારે થરાદના પાણી પુરવઠા તંત્રની ઘોર બેદરકારીના કારણે સતત કેટલાક મહિનાથી થઇ રહેલો પાણીનો વેડફાટ તેને રિપેર કરીને પાણીની બચત નહી કરવાની ઉદાસીનતા અંગે ઘણુંબધું કહી જાય છે.

Download Our B K News Today App



Related News