ફૂટપાથની સમસ્યા હવે ગાંધીનગરમાં સામન્ય સેક્ટર ૨૨માં દસ મહિનાથી ફૂટપાથનું કામ ખોરંભે ચડ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-08 12:10:47
  • Views : 241
  • Modified Date : 2021-07-08 12:10:47

     ફૂટપાથની સમસ્યા હવે ગાંધીનગરમાં સામન્ય થઈ ગઈ છે. તંત્ર અને એજન્સીની મિલી ભગતગથી ગાંધીનગરમાં ફૂટપાથની અનેક સમસ્યા દિવસે ને દિવસે આવી રહી છે. જેના ભાગ રૂપે હવે, સેક્ટર ૨૨  પંચદેવ મંદિરથી ઘ ૬ તરફ જતા રસ્તા પર છેલ્લા ૧૦ મહિનાથી ફૂટપાથ પર પથ્થર પાથરી ફૂટપાથનું કામ અટવાયેલું છે.  પરંતુ તંત્ર તરફથી આ કામગીરી શા માટે કરવામાં નથી આવતી તેને લઇ આ વિસ્તારના સ્થાનિકોમાં ભારે રોષ છે. ફૂટપાથનું કામ તો અધૂરું છે અધૂરામાં પૂરું આ વિસ્તારના લોકોને અહીં આવતા જતા હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.  પથ્થર પથરાયેલ પડ્યા છે તો આ પથ્થરના ટુકડા કોરા સિમેન્ટના કાંકરા આ ફૂટપાથની ઉપર આવેલ ગટરમાં પડ્યા હોવાથી આ વિસ્તારના લોકોને ગટર ઉભરાવાની સમસ્યાઓ પણ ઉભી થઇ છે.  તંત્રને અનેક રજુઆત કરવામાં આવી. પરંતુ કામગીરી કરવામાં નથી આવતી. સેક્ટર ૨૨ ના આ વિસ્તારના લોકો હાલાકી ભોગવી રહ્યા છે. ૧૦ દસ મહિના વીતવા છતાં ફૂટપાથનું કામ ખોરંભે ચડ્યું છે. ત્યારે તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા થાય છે. 


-એજન્સીને દર ૨ મહિને નોટિસ આપીએ છીએ ઃ ભરત પંડયા 

સિટી એન્જિનિયર ભરત પંડયા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે કોરોનાના કારણે છેલ્લા ગણ સમયથી એજન્સી 

પાસે માણસો નથી. જેના કારણે કામ કરવામાં મુશ્કેલી થાય છે તેમ છતાં પણ દર બે માસે એજન્સીને નોટિસ આપવામાં આવે છે. તેમજ જેમ બને એટલું ઝડપી કામ થાય તેવો પ્રયત્ન કરીશું.  


-પૂર્વ મેયરોના વોર્ડમાં જ સમસ્યાનું નિવારણ નથી આવતું

સેક્ટર -૨૨ પૂર્વ મેયરોનો વોર્ડ છે જાે અહિયાં જ  રહીશોની સમસ્યાનું નિવારણ ના આવતું હોય તો બીજે તો પ્રશ્ન જ રહ્યો. ગાંધીનગરના નવા સીમાંકન પ્રમાણે પંચદેવ વોર્ડમાં ઘણા પૂર્વ મેયર 

અહિયાંથી ચૂંટાઈને આવેલા છે. આજે તેમના જ વોર્ડના રહીશો તેમના પર ચુંટણી વખતે જ કોર્પોરેટરો અહિયા દેખાય છે તેવું નિવેદન આપ્યું હતું.


-વોટ લેવા આયા એ આયા પછી દેખાય નથી ઃ સ્થાનિક રહીશ

છેલ્લા ૧૦ મહિનાથી અહિયાં ફૂટપાથ બની રહી છે જે હજી બની જ રહી છે તેનું કામ પૂરું થયું નથી.  અહીં વોટ લેવા આવતા નેતાઓ ચૂંટાઈ ગયા પછી કામગીરી કરવામાં આવે ત્યારે બસ બહાના બનાવીને છટકી જતા હોય છે.  

Download Our B K News Today App



Related News