તલોદ તાલુકાના મોઢુકા ગામની સીમમાં ગુરુવારે વહેલી સવારે દિપડો દેખાતા ખેડુતોએ દોડધામ કરી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-23 14:14:38
  • Views : 78
  • Modified Date : 2023-12-23 14:14:38

સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી અનેકવિધ વિસ્તારોમાં દીપડાનો ભય ગ્રામજનોને સતાવી રહ્યો છે. હિંમતનગર, ઈડર વડાલી કે તલોદ ના ગ્રામ્ય વિસ્તારમાં લોકો દિપડાના ભયથી લોકો ડરી રહ્યા છે.  ગુરુવારે એટલે કે 21 ડિસેમ્બરે દીપડો મોઢુકા ગામની સીમમાં નજરે આવતા સ્થાનિક લોકોના મોટા ટોળાએ તેની પર હુમલો કર્યો હતો. વન વિભાગ રસ્ક્યૂ કરવા માટે પહોંચવા છતાં હુમલો કરવામાં આવતા હવે આ મામલે કાર્યવાહી હાથ ધરાઈ છે.તલોદના મોઢુકામાં દીપડો આવી પહોચતા મોટી સંખ્યામાં ગ્રામજનો સીમમાં દોડી આવ્યા હતા અને વન વિભાગને જાણ કરતા ટીમ ઘટના સ્થળે પહોચી દીપડાનુ રેસ્ક્યૂ કરાયુ હતુ. આ દરમિયાન કેટલાક સ્થાનિકોએ દિપડા પર જીવલેણ હુમલો કરતા દીપડો ગંભીર રીતે ઘાયલ થયો હતો.વન વિભાગ એ ગાંધીનગરની ટીમની મદદ થકી દીપડાને બેભાન કર્યા બાદ પાંજરે પુર્યો હતો. દીપડો ઘાયલ થયો હોવાના કારણે હાલ તો દીપડાને કામધેનુ યુનિવર્સિટી ખાતે સારવાર આપ્યા બાદ ઘાણધા વન વિભાગના કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યો છે.દીપડો ઘાયલ થતા તેના ગળાના અને માથાના ભાગે ઈજાઓ પહોંચી છે અને ગળામાં આઠ ટાંકા લેવામાં આવ્યા હતા. દીપડાની ઈજા ગંભીર હોવાને લઈ મેજર સર્જરી પણ કરવી પડી હતી. હાલ તો ડોક્ટર અને વન વિભાગની ટીમ તેની સારવારની દેખરેખ રાખી રહ્યુ છે. સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ જંગલમાં છોડી મુકાશે એમ DCF શ્રેયસ પટેલે જણાવ્યુ હતુ.જોકે દીપડાને ઘાયલ કરનાર ગ્રામજનો સામે પણ વન વિભાગ દ્વારા હાલ તો આરોપીઓ વિરુદ્ધ ગુનો નોધ્યો છે. DCF શ્રેયસ પટેલે મીડિયાને બતાવ્યુ હતુ કે, વન્ય જીવ અધિનિયમ હેઠળ હાલમાં ગુનો નોધવામાં આવ્યો છે. જે ફોટો અને વિડીયોમાં દેખાતા લોકોએ દીપડા ને ઘાયલ કર્યો છે તેમની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરાશે.આમ દીપડા પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવાની ઘટનાને લઈ હવે વન વિભાગે તપાસ શરુ કરી છે અને આ માટે આરોપીઓની ઓળખ કાર્યવાહી શરુ કરાઈ છે. જે આરોપીઓની ઓળખ થયા બાદ તેમની અટકાયત કરવામાં આવશે.

Download Our B K News Today App



Related News