તાઉ-તે વાવાઝોડાની અસર અમીરગઢના ઇકબાલગઢ પંથકમાં જોવા મળી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-20 12:22:00
  • Views : 285
  • Modified Date : 2021-05-20 12:22:00

     જ્યારે બીજી બાજુ બનાસકાંઠા પરથી તાઉતે વાવાઝોડું શાંતિ પૂર્ણ રીતે પસાર થઈ રાજસ્થાન વિસ્તારમાં પ્રવેશતા બનાસ વાસીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. રાત્રે આવેલા વાવાઝોડા તેની અસર સમગ્ર બનાસકાંઠાના અમીરગઢ તાલુકામાં થતા ભારે પવન સાથે ઝરમર વરસાદ જોવા મળ્યો હતો જોકે જોરદાર પવન ફૂંકાતા અમીરગઢ તાલુકાના ખેડૂતોને બાજરીના જેવા પાક ઢળી પડતા ખેડૂતોને સામાન્ય નુકસાન જોવા મળ્યું હતું..તાઉ-તે વાવાઝોડા અસરના પગલે અમીરગઢના ઇકબાલગઢ પંથકમાં સવારમાં પવન વેગ વધતા બાઇક ચાલકોને મુશ્કેલીઓ વેઠવી પડી હતી.તેમજ વરસાદ બાદ આકાશમાં કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલા રહેતા ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો.

Download Our B K News Today App



Related News