બનાસકાંઠામાં તાઉ-તે વાવાઝોડાની અસરથી વાદળછાયા વાતાવરણ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-18 11:12:44
  • Views : 496
  • Modified Date : 2021-05-18 11:12:44

     જ્યારે બીજી બાજુ અમીરગઢ-ઇકબાલગઢ પંથકમાં પવન સાથે વરસાદી છાંટા પડ્યા હતા..સમગ્ર જિલ્લામાં સવારથી જ વાદળછાયુ વાતાવરણ વચ્ચે ભારે ઉકળાટ બાદ અમીરગઢ તાલુકામાં એકએક વાતાવરણમાં પલ્ટો આવતા અનેક વિસ્તારોમાં પવન સાથે કમોસમી વરસાદી છાંટા પડ્યા હતા. ભારે ઉકળાટ બાદ વરસાદી માહોલ બની જતા લોકોને ગરમીથી આંશિક રાહત મળી હતી જિલ્લામાં વરસાદી વાતાવરણ ના પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થતો જોવા મળી રહ્યો છે બાજરી જેવા પાકોને નુકસાન ભીતિ ખેડૂતોને સેવાઇ રહી છે એક તરફ કોરોના મહામારી બીજી તરફ તૌકતે વાવાઝોડાથી લોકોમાં રોગચાળાનો ભય સતાવી રહ્યો છે.

    બનાસકાંઠા જિલ્લામાં તૌકતે વાવાઝોડાની અસર જોવા મળી રહી છે જિલ્લામાં આજે વહેલી સવારથી જ વાદળછાયુ વાતાવરણ વચ્ચે દિવસ દરમિયાન ભારે ઉકળાટ અનુભવાયો હતો બાદમાં સાંજના સુમારે અમીરગઢ તાલુકાના અનેક વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા હતા.

     બનાસકાંઠા જિલ્લાના તાઉ-તે વાવાઝોડાની અસર જોવા મળી હતી, સમગ્ર જિલ્લામાં સવારથી જ વાદળછાયુ વાતાવરણ વચ્ચે ભારે ઉકળાટ બાદ અમીરગઢ તાલુકામાં એકએક વાતાવરણ માં પલ્ટો આવતા અનેક વિસ્તારોમાં પવન સાથે કમોસમી વરસાદી છાંટા પડ્યા હતા. ભારે ઉકળાટ બાદ વરસાદી માહોલ બની જતા લોકોને ગરમીથી આંશિક રાહત મળી હતી જિલ્લામાં વરસાદી વાતાવરણ ના પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થતો જોવા મળી રહ્યો છે બાજરી જેવા પાકોને નુકસાન ભીતિ ખેડૂતોને સેવાઇ રહી છે એક તરફ કોરોના મહામારી બીજી તરફ તાઉ-તે વાવાઝોડા થી લોકોમાં રોગચાળા નો ભય સતાવી રહ્યો છે.

Download Our B K News Today App



Related News