અમેરિકા કોરોનામુક્ત થયું, રાષ્ટ્રપતિ બાઇડને જ કરી જાહેરાત કે હવે સોશિયલ ડિસ્ટન્સિંગ કે માસ્કની જરૂર નથી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-14 15:31:39
  • Views : 426
  • Modified Date : 2021-05-14 15:31:39

    એક બાજુ દુનિયાના મોટા ભાગના દેશો કોરોનાવાયરસના સંક્રમણ સામે ઝઝૂમી રહ્યા છે ત્યારે અમેરિકાના લોકો માટે એક રાહતના સમાચાર આવ્યા છે. અમેરિકામાં હવે સંપૂર્ણ રીતે વેક્સિનેટેડ થયેલા લોકો માટે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું જરૂરી નથી. આ વાત અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન અને સેન્ટર ફોર ડિઝીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)એ કહી છે. જોકે તેમણે સાથે કડક શબ્દોમાં એવું પણ કહ્યું છે કે જે લોકોએ વેક્સિન નથી લીધી તે લોકોએ કોરોના પ્રોટોકોલનું પાલન કરવું જરૂરી છે. જો બાઈડને તેમની જાહેરાતમાં ખુશી વ્યક્ત કરી છે કે દેશમાં મોટા ભાગના લોકોએ વેક્સિન લઈ લીધી છે.

    અમેરિકાના સેન્ટર ફોર ડિઝીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)એ જણાવ્યું હતું કે કોરોના વેક્સિનના બંને ડોઝ લઈ ચૂકેલા લોકો માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કર્યા વગર ફરીથી તેમના કામ પર જઈ શકે છે. જોકે રાજ્ય, સ્થાનિક, આદિવાસી અથવા રાજકીય કાયદાઓ, લોકલ બિઝનેસ અને વર્કપ્લેસ ગાઈડલાઈન્સ પ્રમાણે જ્યાં માસ્ક પહેરવું ફરજિયાત છે ત્યાં માસ્ક પહેરવું પડશે. નોંધનીય છે કે અમેરિકામાં કોરોના વિરુદ્ધ ટક્કર આપવામાં વેક્સિન પર વધારે ભાર આપવામાં આવી રહ્યો છે. યુવા વર્ગમાં ઘણા લોકો વેક્સિન લઈ ચૂક્યા છે. અમેરિકન ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને ફાઈઝર બાયોએનટેકની વેક્સિનને 12 વર્ષથી ઉપરનાં બાળકોને આપવાની મંજૂરી આપી દીધી છે. એને કારણે દેશમાં વેક્સિનેટેડ કાર્યક્રમ વધારે ઝડપી બનવાની શક્યતા છે.


Download Our B K News Today App



Related News