રાજ્યમાં એક તરફ ગરમીનું પ્રમાણ તો બીજી બાજુ સૌરાષ્ટ્ર પંથકમાં વરસાદી માહોલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-04-23 09:50:20
  • Views : 212
  • Modified Date : 2023-04-23 09:50:20

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 23 અને 24મી એપ્રિલે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. ત્યારે આ કમોસમી વરસાદના કારણે ફરી એક વાર ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. હવે ફરી જો દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ વરસશે તો ખેડૂતોને રોવાનો વારો આવી શકે છે. બીજી તરફ રાજ્યમાં અત્યારે મોટા ભાગના શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીની નજીક પહોંચી ગયો છે. એટલે એક તરફ લોકો ભારે ગરમીમાં શેકાઈ રહ્યા છે અને બીજી તરફ વરસાદની આગાહીથી દક્ષિણ ગુજરાતના લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી શકે છે. અમદાવાદ   રાજ્યમાં કાળઝાળ ગરમીએ ફરી માઝા મૂકી છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં ચાર દિવસ વાતાવરણ સૂકું રહેશે. 24 કલાક તાપમાન યથાવત રહેશે અને ત્યાર બાદ મહત્તમ તાપમાન 3થી 4 ડીગ્રી વધવાની શક્યતા છે. જેના કારણે ગરમીનું પ્રમાણ વધી શકે છે. તો બીજી તરફ, સૌરાષ્ટ્ર પંથકમાં વરસાદી માહોલ છવાઈ ગયો હતો. જોકે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે કમોસમી વરસાદ આવવાની શક્યતા પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

ધોરાજી પંથકના ખેડૂતો પર ફરી એકવાર કમોસમી વરસાદ આફત રૂપ બની ગયો છે. ગઈકાલે ધોરાજી પંથકમાં પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા વધી ગઇ છે. શિયાળુ અને ચોમાસું પાકમાં આકાશી આફતને કારણે ભારે નુકસાની ભોગવી ચૂકેલા ખેડૂતોને ફરીવાર કુદરતી માર તલ, અડદ, જુવાર અને મગફળીના ઉનાળુ પાકના વાવેતર પર માવઠું થતાં ભારે નુક્સાનની ભીતિ છવાઇ છે. આ પછી પાંચ દિવસે એટલે કે 26મી એપ્રિલે રાજ્યના દક્ષિણ ભાગમાં સુરત, ડાંગ, તાપી અને નવસારીમાં વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. 26મીએ હળવા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે પરંતુ આ દરમિયાન તેજ પવન ફૂંકાવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

બનાસકાંઠા જિલ્લાના અનેક પંથકમાં સૂકા ઘાસચારાની અછત છે. ગઈ સાલની સરખામણીમાં સુકો ઘાસચારો ચાલુ વર્ષે મોઘો થતા પશુપાલન નો નિભાવ કરવો મુશ્કેલ બન્યો છે, ચણાના સૂકા ભૂસના 220 અને મકાઈ 200 મગફળી 250 રૂપિયાના ભાવે હાલ વેચાઈ રહ્યા છે જેના કારણે પશુપાલન નો નિભાવ કરવો મુશ્કેલ બન્યો છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થઈ ગયો છે. મગફળી, તલ જેવા પાકને મોટા પ્રમાણમાં નુકસાન થાય તેવી શક્યતા સેવાઈ રહી છે. ત્યારે હવામાન વિભાગે આગામી 3 કલાક સુધી અનેક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, શનિવારે બપોર બાદ કચ્છ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. વાદળછાયા વાતાવરણ વચ્ચે અચાનક અનેક તાલુકામાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. મુન્દ્રાના વવારા ગામે તો કરા સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે, વરસાદને કારણે કચ્છવાસીઓને ભારે ગરમીમાંથી રાહત મળી હતી. કચ્છમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ પડ્યો છે.

 

Download Our B K News Today App



Related News