ડીસામાં ફુવારા સર્કલથી ગાયત્રી મંદિર સુધીના રોડનું પાલિકા પ્રમુખના હસ્તે ખાતમુહૂર્ત કર્યા બાદ વિકાસ અટક્યો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-05 11:07:30
  • Views : 406
  • Modified Date : 2021-05-05 11:07:30

     ડીસાના બજારનો મુખ્ય રોડ ગણાતો એવો ફુવારા સર્કલથી ગાયત્રી મંદિર સુધીના રોડનું થોડા સમય પહેલા રીનોવેશન માટે ખોદકામ શરૂ કરવામાં આવ્યું હતું ત્યારે નવા ઉત્સાહી નગરપાલિકાના પ્રમુખ દ્વારા જોર શોરથી તેનો પ્રચાર કરવામાં આવ્યો હતો કે આ રોડને ગ્રીન રોડ તરીકે ઓળખવામાં આવશે પરંતુ છેલ્લા પંદર દિવસથી આ રોડ ખોદીને મૂકી દેવામાં આવ્યો છે જેના કારણે જનતાને અવરજવર માટે મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે... ભવિષ્યનો ગ્રીન રોડ હાલ ટ્રાફિક રોડ બની ચૂક્યો છે.

     એક તરફ ગરમી એનો પ્રકોપ બતાવી રહયી છે ત્યારે બીજી તરફ લોકો ટ્રાફિકમાં ફસાઈને હેરાન પરેશાન થઈ રહ્યા છે..આ ઉપરાંત રોડને એ રીતે ખોદીને મૂકવામાં આવ્યો છે કે જો કોઇ વાહનચાલક તેનું વાહન ચલાવતી વખતે બેલેન્સ ગુમાવે તો ખાડામાં પડતા વાર ન લાગે અને ખાડામાં પડવાથી તેમના જીવને જોખમ પણ રહેલું છે..ત્યારે જો ડીસા નગરપાલિકાના અધિકારીઓ હાલ ધારે તો દસ દિવસના સ્વૈચ્છિક લોકડાઉન વચ્ચે આ રોડનું સમારકામ ઝડપથી પતાવી શક્યા હોત પરંતુ આ કામ પૂર્ણ કરવામાં તંત્ર કેમ નિષ્ફળ રહે છે

     આ બાબતે ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસરને વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે હાલ લોકડાઉન ના કારણે મજૂરો મળતા નથી જેના કારણે આ કામ અટકેલું છે પરંતુ થોડા દિવસમાં અમે આ કામ શરૂ કરીને તેને ઝડપથી પૂર્ણ કરીશું.

     આમ જોવા જઈએ તો આ દસ દિવસનું લોકડાઉન સ્વેચ્છિક લોકડાઉન હતું.. જો તંત્રને ખરેખર કામ પૂર્ણ કરવું હોત તો જનતાના હિતનો વિચાર કરીને આ રોડનું સમારકામ પૂર્ણ કર્યું હોત પરંતુ ડીસા નગરપાલિકા તંત્ર લોકડાઉનનું બહાનું  આપીને આમાંથી છટકબારી શોધી રહ્યું છે..જોકે હાલ માં શહેરનાં લોકો એક જ આશા લઈને બેઠા છે કે તંત્ર દ્વારા ઝડપી આ રોડનું કામ પૂર્ણ કરવામાં આવે જેનાથી લોકોને પણ અવર જવરમાં મુશ્કેલી નો સામનો ના કરવો પડે.

Download Our B K News Today App



Related News