એક તરફ કે જયાં કાળઝાળ ગરમીના કારણે બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. ત્યારે જીલ્લામાં આગામી 4 દિવસમાં હિટવેવનમી આગાહી કરી હવામાન વિભાગે બનાસકાંઠા જિલ્લાને યલો એલર્ટ આપ્યું છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-30 11:47:56
  • Views : 239
  • Modified Date : 2022-04-30 11:47:56

એક તરફ કે જયાં કાળઝાળ ગરમીના કારણે બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. ત્યારે જીલ્લામાં આગામી 4 દિવસમાં હિટવેવનમી આગાહી કરી હવામાન વિભાગે બનાસકાંઠા જિલ્લાને યલો એલર્ટ આપ્યું છે

એક તરફ કે જયાં કાળઝાળ ગરમીના કારણે બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. ત્યાં રાજયમાં (Stat) ફરી એકવાર ગરમીનો પારો ઊંચો જશે તેવા એંધાણો મળી રહ્યાં છે. હવામાન વિભાગ દ્વારા અગાઉના ચાર દિવસો સુધી ગુજરાતના અનેક શહેરમાં હિટવેવની આગાહી કરી છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા તથા ગાંધીનગર અને અમદાવાદ જિલ્લામાં હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યુ છે. મળતી માહિતી મુજબ છેલ્લાં 10 વર્ષમાં પ્રથમવાર રાજ્યમાં ગરમીનો પારો સૌથી ઝડપી 40 ડિગ્રીએ પહોંચ્યો હતો. ત્યારે આગામી દિવસોમાં ગરમીનો પારો ઊંચો જવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

ગરમીનો પારો દિન પ્રતિદિન વધી રહ્યો છે..સામાન્ય રીતે હવામાં રજકણ રહેલા હોય છે. પરંતુ નિયત માત્રાથી વધારે હોય તો તે માણસના સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. વધુ પડતા વાહન વ્યવહાર તેમજ મોટી-મોટી મિલોના ધુમાડાના કારણે આસપાસની હવા ગરમ થઇ રહી છે જેના કારણે વાતાવરણ ગરમ થઈ રહ્યું છે ત્યારે જો વધુ પડતી ગરમી પડશે તો આવનારા સમયમાં જનજીવન પર તેની માઠી અસર જોવા મળશે જે વ્યક્તિના સ્વાસ્થ્ય માટે સૌથી વધુ હાનિકારક થઈ શકે છે તેમજ નાના બાળકો અને વૃદ્ધ લોકો ગરમીના કારણે હાઈ બ્લડ પ્રેશર કે પછી લૂ લાગવાના બનાવો પણ વધુ પડતા સામે આવી શકે છે..ત્યારે ખાસ કરીને બપોરના સમયે બાળકો અને વૃદ્ધો લોકોને ઘરમાં જ રહેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે તેમજ આગામી ચાર દિવસોમાં ગરમીનો પારો રેકોર્ડબ્રેક 45 ડિગ્રીને પણ આંબી જાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે ત્યારે દરેક વ્યક્તિ હવે આગળ આવીને પોતાના આસપાસના વિસ્તારોમાં વૃક્ષો વાવવા જોઇએ જેથી વાતાવરણ ભેજવાળું થઈ શકે અને ગરમીમાં મહદઅંશે રાહત મેળવી શકાય

Download Our B K News Today App



Related News