ડીસામાં વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે સ્થાનિક લોકોએ સાઇકલ રેલી યોજી લોકોને અંગદાન વિશે જાગૃતિ આપવામાં આવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-04 11:01:45
  • Views : 242
  • Modified Date : 2022-06-04 11:01:45


વિશ્વ સાયકલ દિવસ છે ત્યારે સમગ્ર વિશ્વમાં લોકો આજે વિવિધ રીતે વિશ્વ સાયકલ દિવસની ઉજવણી કરી રહ્યા છે ત્યારે ડીસામાં ડોક્ટરો અને સ્થાનિક લોકોએ વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે અનોખી ઉજવણી કરી હતી જેમાં ડીસાના સાઇબાબા મંદિર પાસેથી સોથી પણ વધુ લોકો સાયકલ રેલીમાં જોડાયા હતા જેલી ડીસા સાઈબાબા મંદિર થી નીકળી ડીસા શહેરની બજારોમાં ફરી હતી અને આ તમામ સો લોકોએ ડીસા શહેરમાં અંગદાન વિશે લોકોમાં જાગૃતિ આવે તે માટે આ ખાસ સાયકલ યાત્રાનું આયોજન કર્યું હતું આ યાત્રામાં મહિલાઓ પણ જોડાઈ હતી અને લોકો વધુમાં વધુ અંગદાન વિશે જાણતા થાય અને અંગ દાન કરે તે માટે સાઇકલ યાત્રામાં અંગ દાન મહાદાન ના નારા લગાવ્યા હતા સાથોસાથ અંગદાન થી લોકોનું જીવન બચે તે માટે દરેકે અંગ દાન કરવું જોઈએ તે માટે પણ સમજણ પૂરું પાડી હતી આ સાયકલ યાત્રા ડીસાના ત્રણ હનુમાન મંદિર ખાતે પૂર્ણ કરવામાં આવી હતી જ્યાં સાઇકલ યાત્રામાં જોડાયેલા તમામ સો લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું

Download Our B K News Today App



Related News