ગુજરાતના સ્થાપના દિન નિમિતે મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીના માર્ગ દર્શન થી મારું ગામ કોરોના મુક્ત ગામ નું અભ્યાન શરૂ કરવામાં આવ્યું હતી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-02 12:24:25
  • Views : 297
  • Modified Date : 2021-05-02 12:24:25

     ગુજરાતના સ્થાપના દિન નિમિત્તે થરાદ તાલુકા ના ચારડા ગ્રુપ ગામ પંચાયત માં સમાવિષ્ઠ ગામ અભેપુરા ગામે ને સેનેટાઈઝર કરવામાં આવ્યું હતું જેમાં અભેપુરા ગામ ની દૂધ મંડળી .આંગણ વાડી કેન્દ્ર પ્રાથમિક સ્કૂલ અને જાહેર સ્થળો ને  સેનેટાઈઝર કરવામાં આવ્યા હતા.  જેમાં થરાદ  તાલુકા ના વિકાસ અધિકારી વિજય ભાઈ ચૌધરી,તાલુકા  વિસ્તણ અધિકારી સંજય ભાઈ નાઈ અભેપુરા પંચાયત ના સરપંચ પતિ મોહન ભાઈ બોચિયા,ભાચર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના કાર્યકર ઉમેદભાઈ સહિત ના અધિકારીઓ હાજર રહ્યા હતા અને  મારુ ગામ કોરના મુક્ત માટે અભેપુરા ગામ માં સેનેટાઈઝર કરવા આવ્યું હતું. તમામ ગામ લોકો એ પણ આ કામગીરી ને બિરદાવી હતી અને વિકાસ અધિકારી એ વધુમાં જણાવ્યું હતું કે થરાદ તાલુકાના બધાજ ગામો ને સેનેટાઈઝર કરવામાં આવશે અને ગામ લોકો માસ્ક પહેરે તે માટે પણ કહેવામાં આવ્યું હતું.

Download Our B K News Today App



Related News