સંત શિરોમણી વિશ્વવંદનીય સંત પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ ઉપક્રમે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર હિંમતનગર ખાતે પાવનકારી સંત સંમેલન યોજાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-09-13 10:48:33
  • Views : 360
  • Modified Date : 2022-09-13 10:58:38

આ પાવનકારી સંતસંમેલનમાં સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના સનાતન ધર્મના સ્તંભ સમાન ૧૬૦થી વધુ પૂજ્ય સંતો-મહંતો ,મહામંડલેશ્વરો , વિવિધ મંદીરનાં પૂજારીઓ તથા ટ્રસ્ટીઓ પધાર્યા હતા.આ સૌ પૂજ્ય સંતો - મહંતોનું BAPS સ્વામિનારાયણ સંસ્થાનાં સંત નારાયણમુની સ્વામી,અક્ષરવત્સલ સ્વામી,શ્રીરંગ સ્વામી,કોઠારી મંગલપુરુષ સ્વામી તથા સંતવૃંદ દ્વારા પૂજન-અર્ચન સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું.સંત સંમેલનનાં પ્રસંગે પરમપૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની સ્મૃતિ કરતા વડિયાવિર મંદીરનાં મહંત પૂજ્યપાદ શાંતિગીરીજી મહારાજે પ્રમુખસ્વામી મહારાજની ગુરૂ ભક્તિ વધાવી અને કહ્યું કે " પ્રમુખ સ્વામી મહારાજનાં જીવન માંથી ઘણું શીખવા મળે..તેમનું જીવન અનુકરણીય છે" ... વિરેશ્વર મહાદેવ મંદીરનાં મહંત પૂજ્યપાદ રામદાસજી મહારાજે પ્રમુખ સ્વામી મહારાજનાં ગુણાનુવાદ ગાતા કહ્યું કે " પ્રમુખ સ્વામી મહારાજનું જીવનકાર્ય એવું છે કે બાળકથી લઇ યુવાન તથા વૃદ્ધો સુધી તમામનાં જીવનમાં શિક્ષાપત્રી પાલન કરાવ્યું છે.આ નાની વાત નથી.."

પાવનકારી સંત સંમેલનમાં BAPS  સંસ્થાનાં સંત નારાયણમુનિ સ્વામીએ સંબોધન કરતા કહ્યું .." પ્રમુખસ્વામી મહારાજ યુનાઈટેડ નેશન્શમાં બોલ્યા હતા પરસ્પર ધર્મના ગુરુઓની મુલાકાત થાય ત્યારે ધર્મના આશ્રિતો વચ્ચે સંવાદિતામાં વધારો થાય છે." અન્ય મોટાભાગનાં સંતો મહંતોએ પ્રમુખસ્વામી મહારાજ સાથેનાં ભાવભર્યા સ્મરણો વાગોળીને હૃદયાંજલી અર્પણ કરી હતી..આ પ્રસંગે શામળાજી મંદીર નાં પ્રમુખ દિલીપભાઈ ગાંધી,નરનારાયણદેવ સ્વામિનારાયણ સંસ્થાનાં ટ્રસ્ટી જે.ડી.પટેલ ઉપસ્થિત રહ્યા હતા..અને સમગ્ર જિલ્લામાંથી ૨૦૦૦થી વધુ ભાવિક ભકતો હાજર રહ્યા હતા..

Download Our B K News Today App



Related News