ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રા પ્રસંગે ગજરાજોનો જોવા મળ્યો દબદબો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-20 14:59:35
  • Views : 94
  • Modified Date : 2023-06-20 14:59:35

 ભગવાન જગન્નથજીની 146મી રથયાત્રાનો પ્રારંભ થઈ ગયો છે. રથયાત્રા દરમિયાન 14 હાથી ભગવાનની પાલખીની આગેવાની કરે છે. આ પ્રસંગે ગજરાજોનો દબદબો જોવા મળ્યો હતો. શણગારેલા ગજરાજોની ઝાંખી જોવા લોકો ઉમટ્યા હતા. પરંપરા અનુસાર રથયાત્રામાં હાથીનું એક પારંપરિક મહત્વ છે. તે રથયાત્રાની શોભામાં વધારો કરે છે. દર વર્ષે જે હાથી રથયાત્રામાં જોડાય છે તેમાં એક હાથી જોડે 3-4લોકો રહે છે. જેમાં એક મહાવત અને 3 સાથીદારો હોય છે.​​​​​​​​અમદાવાદમાં 1992માં રમખાણ થયા ત્યારે આજ હાથી ભગવાનને નગરચર્યાએ લઈને નીકળ્યા હતા અને રથયાત્રા સંપન્ન થઈ હતી એટલે તમે ઇતિહાસ જોવો તો આ હાથીનું અનેરું મહત્વ છે. અને મારું માનવું છે કે રથયાત્રા પારંપરિક રીતે હાથી સાથે નીકળે તો જ તે સંપન્ન થઈ કહેવાય. હાલ તમે જોવો આ હાથી કેટલા શાંત છે લોકો તેમની નજીક જતા પણ અચકાતા નથી તો જો પબ્લિક વગર જ રથયાત્રા નીકળવાની હોય તો હાથીને સાથે રાખી શકાય.

Download Our B K News Today App



Related News