માલી સમાજ દ્વારા ગુરૂ પૂર્ણિમા નિમિત્તે સંત શ્રી લક્ષ્મીદાસજી મહારાજ ની શોભાયાત્રા નીકળી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-14 11:54:36
  • Views : 296
  • Modified Date : 2022-07-14 11:54:36

 

ગુરુ પૂર્ણિમાંએ હિંદુ અને બૌદ્ધ ધર્મમાં મનાવવામાં આવતો ઉત્સવ છે. આ દિવસે મુખ્યત્વે આધ્યાત્મિક ગુરુનું સ્મરણ અને પૂજન કરવામાં આવે છે. આ ઉત્સવ અષાઢ સુદ પૂર્ણિમાના દિવસે મનાવવામાં આવે છે. આજે ઠેર ઠેર હિન્દુ ધર્મના લોકો દ્વારા ગુરુપૂર્ણિમાની ઉજવણી અલગ અલગ રીતે કરવામાં આવી હતી ખાસ કરીને દર વર્ષે હિન્દુ ધર્મના લોકો ગુરુ પ્રત્યે સેવા ભાવના રાખી ગુરુપૂર્ણિમાની ઉજવણી કરતા હોય છે જે અંતર્ગત

ડીસાના ભોપાનગર ખાતે વસતા માળી સમાજ દ્વારા ગુરૂ પૂર્ણિમા નિમિતે રાત્રે ભજન સંદયા તેમજ સવારે સંત શ્રી 1008 ગુરુ લક્ષ્મીદાસજી મહારાજની ભવ્ય શોભાયાત્રા વાજતે ગાજતે ભોપાનગર માળી વાસથી નીકળી રાજપુર મઠ ખાતે દર્શન કરી મેઈન બજાર, ફુવારા, બગીચા, એસ, સી, ડબલ્યુ હાઈસ્કૂલ થઈ ભોપાનગર ખાતે આવેલ રામેશ્વર મહાદેવ મન્દિર ખાતે પરત ફરી હતી જેમાં માળી સમાજના ભાઈઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

 

Download Our B K News Today App



Related News