દિવાળીના પર્વ નિમિત્તે ડીસાથી કુડા સહિત૧૦ ગામોની બસસેવા બે દિવસથી બંધ થતાં મુસાફરો અટવાયા હતા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-11-03 11:38:13
  • Views : 235
  • Modified Date : 2021-11-03 11:38:13

 

ડીસા ખાતે આવેલ નવા બસ સ્ટેન્ડ માં ડીસા થી કુડા સહિતના ૧૦ ગામ ની બસ બે દિવસથી બંધ રહેતા મુસાફરોને ભારે હાલાકી પડી રહી છે.બસ સેવા ચાલુ કરવા માટે આજે ડીસા નવા બસ સ્ટેન્ડ ખાતે મુસાફરો વિરોધ  નોંધાવ્યો હતો...હિન્દુઓનો પવિત્ર તહેવાર ગણાતો દિવાળી પર્વ જેના બે દિવસ બાકી રહ્યા છે જેથી ગામડામાંથી લોકો અલગ અલગ શહેરમાં ધંધા રોજગાર માટે  જતા હોય છે અને હિન્દૂઓનો  પવિત્ર તહેવાર દિવાળીના પર્વ નિમિત્તે શહેરમાંથી ધંધા રોજગાર બંધ કરી દિવાળીના પર્વની ઉજવણી કરવા માટે પોતાના વતન જવા માટે જતા હોય છે. ત્યારે ડીસા ખાતે આવેલ નવા બસ સ્ટેન્ડમાં ડીસાથી કુડા સહિતના દસ ગામોમાં જતી બસ સેવા બે દિવસથી બંધ રહેતા મુસાફરો અટવાયા હતા અને  કૂડા સહિત અન્ય 10 ગામોમાં જતી બસ સેવા ચાલુ કરવા માટે આજે તમામ મુસાફરોએ ડીસા નવા બસ સ્ટેન્ડ ખાતે વિરોધ નોંધાવ્યો હતો અને બસ સેવા ચાલુ કરવા માટે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News