થરાદ તાલુકાની 62 ગ્રામ પંચાયત માટે કાલે ફોર્મ ભરવાના અંતિમ દિવસે 395 ઉમેદવારીપત્રો સરપંચપદ માટે અને 793 સદસ્યોનાં મળીને કુલ 1188 ફોર્મ ભરાયાં હતાં.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-12-06 14:30:59
  • Views : 235
  • Modified Date : 2021-12-06 14:30:59



 થરાદ તાલુકાની 62 ગ્રામ પંચાયત માટે કાલે  ફોર્મ ભરવાના અંતિમ દિવસે 395 ઉમેદવારીપત્રો સરપંચપદ માટે અને 793 સદસ્યોનાં મળીને કુલ 1188 ફોર્મ ભરાયાં હતાં . થરાદના નાયબ મામલતદાર ( ચુંટણી ) મુકેશભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે ‘ તાલુકાની ભુરીયા અને જેતડાની વોર્ડ સહિતની ગ્રામપંચાયત સમરસ બની હતી . ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુતે સમરસ પંચાયતના સરપંચોને અભિનંદન પાઠવ્યા હતા . જેતડા પંચાયતના વોર્ડ નંબર -10 માટે  દર્શનાબેન કૈલાસકુમાર બિનહરિફ બનતાં શુભચ્છાઓ પાઠવવામાં આવી હતી . 7 ડિસેમ્બર ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસ હોઇ ગ્રામજનો અને રાજકીય આગેવાનો તથા વહીવટીતંત્ર મળીને હજુ પણ વધારે પંચાયત સમરસ થાય તેવા પ્રયાસો કરે તેવી શક્યતા સેવાઈ રહી છે .

Download Our B K News Today App



Related News