માલગઢ સરપંચના વિરોધમાં કરવામાં આવેલી ગઈકાલે અવિશ્વાસની દરખાસ્ત ના મુદ્દે બાજી પલટાઈ ત્રણ ચુંટાયેલા સદસ્યોએ સરપંચને ટેકો જાહેર કરાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-24 12:07:31
  • Views : 293
  • Modified Date : 2022-08-24 12:07:31

 

ત્રણ સભ્યો.. પરેશકુમાર દરગાજી કછવાદિનેશજી મંગળાજી પઢિયારતલાજી જેરૂપજી શાખલા

 

      ડીસા તાલુકાના માલગઢ ગ્રામ પંચાયતમાં ગઈકાલે સરપંચ વિરોધ 10 ચૂંટાયેલા સદસ્યો દ્વારા ડીસા તાલુકા પંચાયતના અધિકારી સમક્ષ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. ગઈકાલે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરતા સભ્ય એ સરપંચ ઉપર ગંભીર આક્ષેપો લગાવ્યા હતા જ્યારે એક જ રાતમાં અવિશ્વાસની દરખાસ્ત ની બાજી પલટાઈ ગઈ 10 સભ્યોમાંથી ચૂંટાયેલા ત્રણ સભ્યોએ આજે ડીસા તાલુકા વિકાસ અધિકારી સમક્ષ આવીને લેખિતમાં રજૂઆત કરાઈ કે ગઈકાલે રજૂ કરવામાં આવેલી અવિશ્વાસની દરખાસ્તમાં સહી તેમની હતી પણ આ સહી માલગઢ ગામના વિકાસના કામો માટે કરવામાં આવી હતી અવિશ્વાસની દરખાસ્ત માટે અમારા તરફથી આ કોઈપણ જાતની સહી કરવામાં આવી નથી જ્યારે આજે મીડિયા સમક્ષ જણાવતા સદસ્યોએ જ કહ્યું હતું કે તે તમામ ત્રણે ત્રણ સભ્યો ગટુબેન ભેરાજી માળી સાથે છે અને માલગઢના વિકાસના કામોમાં હંમેશા સરપંચની સાથે રહી માલગઢને શ્રેષ્ઠ ગામ બનાવવા માટે પ્રયત્નશીલ રહેશે વધુમાં જણાવ્યું હતું કે અવિશ્વાસની દરખાસ્ત માટે એમને કોઈ પણ જાતની જાણ કરાઈ ન હતી માટે આવી અવિશ્વાસની દરખાસ્તના વિરોધમાં આજે તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરીને માલગઢ ના સરપંચને સમર્થન જાહેર કર્યું હતું.. માલગઢ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા હંમેશાં ગામના વિકાસના કાર્યો કરવામાં આવ્યા છે અને તેમના આવ્યા પછી માલગઢ ગ્રામ પંચાયત તરફથી માલગઢ ગામ વિકાસની હરણફાળ ભરી રહ્યું છે

Download Our B K News Today App



Related News