થરાદમાં શ્રાવણના પ્રથમ સોમવારે આજે શિવાલયોમાં શિવભગતોનો ઘોડા પુર ઉમટયો હતો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-02 11:09:32
  • Views : 261
  • Modified Date : 2022-08-02 11:09:32

થરાદમાં શ્રાવણના પ્રથમ સોમવારે આજે શિવાલયોમાં શિવભગતોનો ઘોડા પુર ઉમટયો હતો

 

આજે શ્રાવણના પ્રથમ સોમવારે થરાદ શહેરના બધા શિવાલયમાં શિવભક્તોનો ઘોડાપુર ઊમટીયો હતો. આજે વહેલી સવારેથી જ શિવાલયમાં હર હર મહાદેવની ગુંજ જાગી ઉઠી હતી વહેલી સવારથી શિવ ભક્તો દ્વારા શિવાલયમાં જઈને પૂજા અર્ચન કરવામાં આવી હતી..શિવભક્તો દ્વારા શિવાલયોમાં શિવલિંગ ઉપર  દૂધ ફૂલ બીલીપત્ર ધતૂરો વગેરે ચડાવવામા આવ્યા હતા..થરાદ શહેરમા આવેલા ડાંગેશ્વર મહાદેવ મંદિરે સવારના ચાર વાગ્યા થી જ લોકો મહાદેવની પૂજા અર્ચન માટે મંદિરે પહોંચી ગયા હતા..શ્રાવણનો આખો મહિનો ડાંગેશ્વર મહાદેવ મંદિરે પ્રદીપભાઈ મહારાજ દ્વારા અષાઢ વધ એકમથી લઈને આખો શ્રાવણ મહિનો માટીના શિવલિંગ બનાવીને પાર્થિવ પૂજા કરવામાં આવશે જેમાં દરરોજ પ્રદીપભાઇ શિવ ભક્તોને શિવ પુરાણ વાચીને સંભળાવે છે

Download Our B K News Today App



Related News