રથયાત્રાના દિવસે એકસાથે 50 હજાર લોકો મંદિરે દર્શન કરી શકશે:

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-21 16:25:55
  • Views : 119
  • Modified Date : 2023-06-21 16:25:55

ભગવાન જગન્નાથજી મંદિરને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, કાલે શ્રદ્ધાળુઓના ઘોડાપૂર વચ્ચે રથયાત્રા નીકળ્યા બાદ હવે ભક્તો માટે સારા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ ભગવાન જગન્નાથજીનું મંદિર હવે નવા રૂપરંગમાં બનશે. રથયાત્રામાં એક સાથે 50 હજાર ભક્તો દર્શન કરી શકે તેવું મંદિરનું પ્રાંગણ બનાવાશે.અમદાવાદના જગન્નાથ મંદિરના રિડેવલોપમેન્ટ માટે સરવે કરાયો છે. જે મુજબ હવે આગામી સમયમાં રિડેવલોપમેન્ટ માટેની કામગીરી હાથ ધરાશે. જેમાં ખાસ કરીને રથયાત્રા સમયે ભક્તોને પડતી અગવડતાને લીધે રથયાત્રામાં એક સાથે 50 હજાર ભક્તો દર્શન કરી શકે તેવું મંદિરનું પ્રાંગણ બનાવાશે. આ સાથે અડચણરૂપ થતા ઘરોને મંદિર નવું ઘર આપશે. મહત્વનું છે કે, રથયાત્રામાં હજ્જારો ભક્તો જોડાતા હોય છે. આ દરમિયાન મંદિરમાં રથયાત્રા સમયે ભક્તોને પડતી અગવડતાને લીધે હવે એક મોટો નિર્ણય લેવાયો છે. જે મુજબ મંદિરનું પ્રાંગણ હવે રથયાત્રામાં એક સાથે 50 હજાર ભક્તો દર્શન કરી શકે તેવું બનાવાશે. જેને લઈ મંદિરના વિસ્તારમાં આવતા ઘરોને હટાવી મંદિરનું પ્રાંગણ મોટું કરાશે. જોકે મંદિર દ્વારા અડચણ રૂપ થતા ઘરોને નવું ઘર આપવામાં આવશે. 

 

Download Our B K News Today App



Related News