ધનતેરસના દિવસે જ ખેડૂતો માટે પાણી રૂપી ધન વરસ્યું : ચાંગા સ્ટેશને પાણી છોડવાનો નિર્ણય કરતા ખેડૂતોએ સરકારનો આભાર માન્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-11-03 12:02:56
  • Views : 213
  • Modified Date : 2021-11-03 12:02:56

બનાસકાંઠા જિલ્લામાં નિહવત વરસાદના કારણે પાણીની સમસ્યા વિકરાળ બની છે. ભુગર્ભ જળ ઉંડા જવાથી ખેડૂતોની મુશ્કેલીમાં નોંધપાત્ર વધારો થયો છે. તે વચ્ચે રવી સીઝનમાં ખેડૂતોને પાણી મળી રહે તે માટે સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવા માટે ખેડૂતોએ માંગ કરી હતી. ગઈકાલે તહેવારો નિમિત્તે જ પાણી માટે ખેડૂતોનાં ધરણા યોજાતાં સરકાર સફાળી જાગી હતી. ખેડૂતોના ધરણા મુદ્દે આજે વહેલી સવારથી જ ચાંગા પંપિંગ સ્ટેશનથી સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવામાં આવ્યું હતું. ધરણાં કરી રહેલા ખેડૂતે ધનતેરસના દિવસે દિવસે જ પાણીરૂપી ધન તેમને મળી જતા ખેડૂતોમાં આનદનો માહોલ છવાયો હતો. ખેડૂતોને સરકારના આભાર માનતા કહ્યું હતું કે રવી સીઝનમાં ભુગર્ભ જળ ઉંડા જવાથી ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. ત્યારે સરકારે જિલ્લાના 5 તાલુકામાંથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલમાં રવી સિઝન દરમ્યાન સતત પાણી છોડી ખેડૂતોની મુશ્કેલી દુર કરે. 

Download Our B K News Today App



Related News