થરાદની કિષ્ના હોસ્પિટલની એક વર્ષ પુર્ણ થતાં લુણાલ ગામે નકલંગ મંદિરે અનોખી રીતે ઉજવણી "અંગદાન જાગૃતિ" નો ભવ્ય કાર્યક્રમ બહોળી સંખ્યામાં યોજાયો..

  • Published By : PIYUSH PARMAR
  • Published Date : 2022-10-16 19:06:47
  • Views : 283
  • Modified Date : 2022-10-16 19:06:47

    થરાદમાં ક્રિષ્ના હોસ્પિટલના શુભારંભ થયાને એક વર્ષ પૂર્ણ થયું છે. આ એક વર્ષમાં હજારો દર્દીની સારવાર કરી સફળતા પુર્વક સાજા કરાયા છે. તેની શુભ ઉજવણીના ભાગરૂપે થરાદ શહેર અને તાલુકામાં સૌપ્રથમ વાર અંગદાન જાગૃતિ કાર્યક્રમનું ભવ્ય આયોજન શ્રી નકળંગધામ લુણાલ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં કરબૂણ મદિર ના મહંત નાગરવન બાપજી,ભાપી શિવમંદિર મહંત અંકિતપુરી સહિત ભાજપ અને કોંગ્રેસ ના આગેવાનો અને વાવ-થરાદ ની ડોક્ટર ટિમ તેમજ બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી અંગદાન નું મહત્વ જાણ્યું હતું.દિલીપભાઇ દેશમુખ એટલે એક હરતી કરતીયુનિવર્સિટી, તેમણે હજારો યુવાનોને રાષ્ટ્રપ્રેમમાં રંગીને દેશસેવામાં કામે લગાડ્યા છે. તેઓ આજે યુવાનોના પ્રેરણા સ્તોત્ર બની ગયા છે. સંઘ કાર્યમાં પ્રચારક તરીકે કામ કરતા તેઓ પોતાનાશરીર સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શક્યા નહીં અને એક દિવસ તેમના લીવરે કામ કરવાનું બંધ કરી દીધું હતું. પછી શરૂ થઇ એક લાંબી પિડાજનક યાત્રા અને અંતે જીવનને જોખમરૂપ જેવું મોટુ લીવર ટ્રાન્સફરનું ઓપરેશન આ સમયની ઘણી ઘટનાઓ દાખલારૂપ બની હતી. એમાંની એક એ છે કે, જ્યારે દિલીપભાઈને લીવર મળ્યું તેજ સમયે એક યુવાનની નાજુક હાલત હતી. તો દિલીપભાઇએ કહ્યું કે, પહેલા એ યુવાનને લીવર આપો એને ખાસ જરૂર છે એ યુવાન છે. મને કંઈ થશે તો ચાલશે, પરંતુ એ યુવાનને બચાવો જોઈએ અને તેમની આ ઉદારતાનેકારણે એક અજાણ્યા યુવાનનું જીવન બચી ગયું હતું .દિલીપભાઈએ તેમના લીવર ટ્રાન્સપ્લાન્ટ બાદ નિર્ણય કર્યો હતો કે, હવે હું અંગદાન જાગૃતિ કાર્ય માટે બાકીનું જીવન વ્યતિત કરીશ અને શરૂ થઇ દિલીપભાઈ દેશમુખ પ્રેરિત એક જબરજસ્ત અંગદાન જાગૃતિ ઝુંબેશ.

આ અભિયાનમાં લાખો લોકો, કેટલીય સ્વૈચ્છીક સંસ્થાઓ જોડાઈ જેને કારણે એક જ વર્ષમાં 90થી વધુ લોકોનું અંગદાન શક્ય બન્યુ. અત્યાર સુધી 285થી વધુ લોકોને જીવનદાન પ્રાપ્ત થયું છે .કેટલાય સેમિનાર કરી હજારો લોકોને જાતે મળીને સમજ આપી હતી. આજે ગુજરાતમાં હાર્ટ માટેનું વેઇટિંગ લિસ્ટ ખતમ થઈ ગયું છે. બહુ જલદી અંગદાન કરી બીજા બિમાર લોકો ને અંગોની પણ જરૂરિયાતો પૂરી થઇ જશે.આ ભવ્ય કાર્યક્રમ માં આવેલ તમામ મહેમાનો ને ફોટા સાલ આપી સન્માનિત કર્યા અને લોકો એ નકલંગ ભગવાન ના દર્શન કરી ભોજન પ્રસાદ લઈ પાવન બન્યા હતા..

Download Our B K News Today App



Related News