અમદાવાદમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની 950 બેડની ધનવંતરી હોસ્પિટલ શરૂ, માત્ર 108માં આવતાં જ દર્દીને દાખલ કરાય છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-25 13:23:08
  • Views : 237
  • Modified Date : 2021-04-25 13:23:08

    શહેરની ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં બેડ ખૂટી પડતા કેન્દ્ર સરકાર તરફથી DRDO દ્વારા અમદાવાદ GMDC ગ્રાઉન્ડ ખાતે 950 બેડની ધનવંતરી કોવિડ હોસ્પિટલ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જે આજે રવિવારે સવારથી કાર્યરત કરી દેવામાં આવી હતી. સવારથી 108 એમ્બ્યુલન્સમાં દર્દીઓને GMDC ખાતે આવેલી ધનવંતરી કોવિડ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી રહ્યા છે.

    આ મામલે DRDO કે સરકાર તરફથી સત્તાવાર જાણકારી આપવામાં આવી નથી. ખાનગી વાહનો કે રિક્ષામાં લઈને આવતાં દર્દીઓને ધનવંતરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા નથી. આવા દર્દીઓ સીધા અંદર ન જાય તેની માટે હોસ્પિટલની બહાર ગેટ પર મોટો પોલીસ બંદોબસ્ત અને બેરીકેડ મારી દેવામાં આવ્યા છે.શનિવારે હોસ્પિટલ શરૂ થવાની જાહેરાત થઈ હતી જેથી સવારે 8 વાગ્યાથી 11 વાગ્યા સુધીમાં 100 જેટલા લોકો દાખલ થવા માટે પૂછપરછ કરવા આવ્યા હતા. જો કે કામ હજી બાકી છે અને 108 મારફતે જ દાખલ કરવામાં આવશે તેમ કહી દર્દીઓ અને પૂછપરછ કરવા આવતા લોકોને પરત મોકલવામાં આવ્યા હતા. સવારથી લોકો પૂછપરછ માટે આવતા પોલીસ ખડકી દેવામાં આવી હતી. ડીસીપી અને એસપી સહિતના અધિકારીઓ પહોંચી ગયા હતા અને લોકોને ગેટ પરથી જ રવાના કરી દીધા હતા.

    શનિવારે નરોડા વિસ્તારમાં રહેતા યુવકને કોરોના પોઝિટિવ આવ્યો હતો. તેઓને સામાન્ય લક્ષણ હતા પરંતુ હોસ્પિટલમાં દાખલ થવું પડે તેવી સ્થિતિ હતી. GMDC ખાતે હોસ્પિટલ શરૂ થવાની જાણ થતાં તેઓ રિક્ષામાં અહીંયા આવ્યા હતા. જો કે અહીંયા આવ્યા બાદ તેમને કહ્યું હતું કે આજથી હોસ્પિટલ શરૂ થઈ નથી.108 મારફતે જ દાખલ કરવામા આવશે. જ્યારે વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા કોરોના પોઝિટિવ દર્દી પોતે હાથમાં જાતે ફાઇલ લઈ અને હોસ્પિટલ દાખલ થવા માટે આવી ગયા હતા. 108માં બે દિવસથી ફોન કરે છે પરંતુ તેઓને વેઈટીંગમાં કહ્યું છે. શરદી ઉઘરસની તકલીફ પડતા તેઓ દાખલ થવા આવ્યા હતા.


Download Our B K News Today App



Related News