2 જૂને હાર્દિક પટેલના શક્તિ પ્રદર્શન સાથે ભાજપમાં થશે વધામણાં, CM, CR પાટિલ કરાવશે કેસરિયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-01 12:23:22
  • Views : 214
  • Modified Date : 2022-06-01 12:23:22

2 જૂને હાર્દિક પટેલના શક્તિ પ્રદર્શન સાથે ભાજપમાં થશે વધામણાં, CM, CR પાટિલ કરાવશે કેસરિયા

 

કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ હાર્દિક પટેલ ભાજપમાં જોડાઈ જશે એવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું, જે ચર્ચા પર આજે પૂર્ણવિરામ મુકાયું છે અને આ અંગે સત્તાવાર રીતે મહોર લાગી ગઈ છે. કારણ કે, હાર્દિક પટેલ આગામી 2 જૂને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાશે. કમલમમાં બપોરે બાર વાગ્યે હાર્દિક પટેલ કેસરિયો ખેસ ધારણ કરશે. તે અંગે ભાજપે જ સત્તાવાર રીતે જાહેરાત કરી દીધી છે. 

કોંગ્રેસ પર પ્રહાર અને ભાજપના વખાણ
છેલ્લા બે મહિનામાંથી કોંગ્રેસમાંથી રાજીનામું આપવા કોંગ્રેસમાં કામ નથી મળી રહ્યું, કોંગ્રેસમાં તેની અવગણના થાય છે તેવા અનેક આરોપો લગાવ્યા હતા.ઉપરાંત કોંગ્રસ નરેશ પટેલને લેવા ન માંગતી હોવાના વારંવાર મીડિયા સમક્ષ ભાષણો આપ્યા હતા અને અંતે તેણે કોંગ્રેસ વિરુદ્ધ માછલા ધોવાનું કામ કરી કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. આ દરમિયાન મહિનાઓથી આશંકાઓ સેવાઈ રહી હતી તે પણ સાચી પડી ગઈ છે. અંતે હાર્દિક પટેલના નાટકોનો અંત આવ્યો છે. અત્યાર સુધી ભાજપમાં ન જોડાવાની લોકોની સામે ગોળ-ગોળ વાતો કરતો હાર્દિક હવે ભાજપમાં જોડાશે. 

એક મહિનાથી અનેક વખત આપ્યા હતા સંકેત
મહત્વનું છે કે, જે વ્યક્તિએ સત્તાધારી પક્ષ સામે હંમેશા માછલા ધોવાનું કામ કર્યું હોય, જે વ્યક્તિએ અનામત માટે સત્તાધારી પક્ષ સામે જ મહાઆંદોલન કર્યું હોય અને પક્ષ સામે આક્ષેપ-પ્રતિઆક્ષેપ કર્યા બાદ તે વ્યક્તિ અચાનક જ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દે છે અને ત્યારબાદ રામ મંદિર, CAA, NRCનાં વખાણ કરતો હોવાથી તેના આગામી નિર્ણયના સંકેત સ્પષ્ટ થઈ જાય છે. હાર્દિક પટેલ ભાજપમાં જોડાવાના છે તેવી ચર્ચાઓ મહિનાઓથી ચાલી રહી હતી. હવે હાર્દિક 2 તારીખે કેસરિયો ધારણ કરવા જઈ રહ્યો છે. ત્યારે જોવાનુંએ રહ્યું કે, હાર્દિકના પક્ષપલટાથી ભાજપને કેટલો ફાયદો થાય છે.

 

Download Our B K News Today App



Related News