ડીસા એરપોર્ટ ખાતે ગુજરાત ભાજપ પ્રદેશ સી આર પાટીલ નું આગમન થતાં ડીસા શહેર તેમજ તાલુકાના હોદ્દેદારો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-18 09:51:49
  • Views : 302
  • Modified Date : 2022-04-18 09:51:49


ડીસા એરપોર્ટ ખાતે ગુજરાત ભાજપ પ્રદેશ સી આર પાટીલ નું આગમન થતાં ડીસા શહેર તેમજ તાલુકાના હોદ્દેદારો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું આજે ડીસાના શેરપુરા ખાતે રબારી સમાજના સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર ગુજરાતભરમાંથી અનેક લોકો આ સમૂહ લગ્નમાં લગ્ન ગ્રંથીથી જોડાયેલા યુગલોને આશીર્વચન આપવા માટે પહોંચ્યા હતા જ્યાં સુરતના સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ પણ આ રબારી સમાજના સમુહ લગ્ન ખાતે લગ્નગ્રંથિથી જોડાયા યુગલોને આશીર્વચન આપવા માટે ડીસા ખાતે પહોંચ્યા હતા જ્યાં હેલિકોપ્ટર મારફતે ડીસા એરપોર્ટ ખાતે આવતાની સાથે જ ડીસાના ધારાસભ્ય સહિત ભાજપના હોદ્દેદારોએ પ્રદેશ ભાજપ પ્રમુખ નું સ્વાગત કર્યું હતું આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા સાંસદ પરબતભાઇ પટેલ ડીસા શહેર ભાજપ મહામંત્રી રાકેશભાઈ પટેલ ડીસા નગરપાલિકા પ્રમુખ રાજુભાઈ ઠક્કર કનુભાઈ વ્યાજ સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી સી આર પાટીલ નું ડીસામાં આવતાની સાથે જ સ્વાગત કરવામાં આવ્યું હતું

Download Our B K News Today App



Related News