અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર : ૫૯.૮૪ લાખની લૂંટને અંજામ આપનાર વધુ ૩ આરોપી કલોલથી ઝડપાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-08-13 12:42:45
  • Views : 347
  • Modified Date : 2021-08-13 12:42:45

     આણંદ જિલ્લાના સોજીત્રા પોલીસ મથકની હદમાં ૧૫ દિવસ અગાઉ ૫૯ પ૯.૮૪ લાખની લૂંટનો બનાવ બન્યો હતો. આ બનાવ બાદ કુલ ૧૦ આરોપીઓમાંથી ચાર આરોપી અગાઉ પોલીસના સકંજામાં આવી ગયા હતા. જ્યારે અન્ય ત્રણ આરોપીઓ ગાંધીનગર લોકલક્રાઈમ બ્રાન્ચને સાથે ૨.૨૫ લાખના મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયા હતા.

ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેકટર જે.જી.વાઘેલાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે, ૧૫ દિવસ અગાઉ આણંદ જિલ્લાના સોજીત્રા પોલીસ મથકની હદમાં નોધાયેલી લૂંટના બનાવનો મુદામાલ લઈને ને આરોપીઓ ગુનાના લૂંટના દાગીના સાથે કલોલ આંબેડકર ત્રણ રસ્તા નીચે ઉભા છે આ બાતમીને આધારે ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા  બાતમી વાળી જગ્યાએથી આરોપીઓ અફઝલ ઉર્ફે અજાે બાબુભાઈ નાગોરી રહે. મસ્જીદવાસ, ચંદ્રોડાગામ, તા.બહુચરાજી જિ.મહેસાણા, સીંકદર ઉર્ફે સીકો હાજીભાઈ સીપાઈ રહે. નાગોરીવાસ, ચંદ્રોડાગામ તા.બહુચરાજી જિ. મહેસાણા અને હારૂન ઉર્ફે બક્ષો  ઉસ્માનભાઈ નાગરી રહે. હરીજનવાસ, ચંદ્રોડાગામ તા. બહુચરાજી જિ.મહેસાણાને પકડી લીધા હતા. અને તેઓને પુછપરછ કરતા તેઓએ કોઈ યોગ્ય જવાબ ના આપતાં પોલીસ દ્વારા તેમની તપાસ કરવામાં આવતા તેમની પાસેથી સોનાચાંદીના દાગીના ચાંદીની લક્ષ્મીજીની મૂર્તિ ચાંદીનું ત્રુશુલ, કૈયડા, સોનાની બુટ્ટીઓ રૂદ્રાક્ષની માળા સોનાના આંકડા વગેરે મુદ્દામાલ મળી આવ્યો હતો. ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ આરોપીને ઝડપી પાડી તેમની પાસેથી તમામ મુદદ્માલ અંગે પુછતાજ કરતાં તેઓ આ મુદ્દામાલ ૧૫ દિવસ પહેલા થયેલી લૂંટનો હોવાની કબુલાત કરી હતી. આ આરોપીઓએ કબુલાત કરી હતી કે, તેમના ગામમાં આવેલા રાજધાની હોટલ ઉપર અવાર નવાર આવતા સહ આરોપી ચેતન ગઢવી તથા સબ આરોપી દર્શન ઉર્ફે ડી મહેસાણાને ઝડપી પૈસા કમાવવાની લાલચ આપી પોતાની સાથે આવવા માટે જણાવેલ ત્યાર બાદ અમદાવાદ બરોડા એકક્ષપ્રેસ હાઈવે પર લૂંટના બનાવને અંજામ આપ્યો હતો. ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા આ તમામ આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી ૨.૪૬ લાખથી વધારેનો મુદ્દા માલ જપ્ત કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News