અમદાવાદમાં 31મી ડિસેબર અને કર્ફ્યૂના કારણે 800 રૂપિયાની દારૂની બોટલના 1200, 200 રૂપિયા ડીલીવરી ચાર્જ અલગ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-25 11:43:54
  • Views : 341
  • Modified Date : 2020-12-25 11:43:54

     નવા વર્ષની ઉજવણી પર આ વખતે સરકારે કોરોનાના કારણે અંકુશ મુકી દીધો છે. દર વર્ષે લોકો પોતાના મિત્રો અને સ્વજનો સાથે 31મી ડિસેમ્બરની રાત્રે છુપી રીતે ક્યાંક મદિરાની મજા માણી લેતાં હતાં. પરંતુ આ વખતે અમદાવાદની તસવીર અલગ છે. આ વખતે રાત્રી કર્ફ્યૂ અને પોલીસની કડક વોચના કારણે મોટા ભાગના રસીકો પોતાના ઘરમાં જ દારુની મજા માણવા માંગે છે. આ માટે બુટલેગર પણ હોમ ડીલીવરી આપે છે અને તેના માટે ગ્રાહક 200 રૂપિયા સુધી વધારે રકમ ચૂકવે છે. આ વખતે બુટલેગરોએ તકનો લાભ ઉઠાવવા માટે દરેક રાજ્યની શરાબની બ્રાન્ડ વેચવાની શરૂ કરી દીધી છે અને ભાવમાં પણ 25 ટકાનો વધારો કર્યો છે.

    ગુરુવારે PCBએ એલિસબ્રિજ વિસ્તારમાં રીતસરનો સસ્તો દારુ મોંઘી બ્રાન્ડની બોટલમાં ભરીને વેચવાનું કૌભાંડ ઝડપ્યું છે. આ માત્ર કૌભાંડ નહીં પણ રીતસરનું કારખાનું કહી શકાય તેવી વ્યવસ્થા હતી. આ લોકોએ 31મી ડિસેમ્બરના સેલિબ્રેશન માટે પરમીટ વગર દારૂ ખરીદતા લોકોને રસ્તો દારૂ મોંઘો હોવાનું કહીને વેચવા માટેનું આયોજન કર્યું હતું. એવો એક અન્ય કિસ્સો સોલા વિસ્તારમાં બન્યો છે.સોલા પોલીસે દારૂ સાથે પકેડેલા બે યુવકો પણ 31મી ડિસેબરમાં દારૂ વેચવા માટે બોટલ લાવ્યા હોવાનું જાણવા મળ્યું છે.નવા વર્ષની ઉજવણીમાં દારૂની વધુ માગ હોવાથી લોકોને નકલી દારૂ વેચવા માટે સસ્તા અને હલકી ગુણવત્તાનો દારૂ બ્રાન્ડેડ બોટલમાં ભરી વેચવામાં આવે છે. આંબાવાડી વિસ્તારમાં શ્રેયસ ક્રોસિંગ પાસે આવેલા કમલા એપાર્ટમેન્ટમાં હિતેન્દ્ર ઉર્ફે બંટી મહેન્દ્રભાઇ જૈન અને જીતેન્દ્ર ઉર્ફે ટીનો મહેન્દ્રભાઈ જૈન નકલી વિદેશી દારૂ બનાવે છે તેવી બાતમીના આધારે પીસીબીએ દરોડો પાડ્યો હતો. એલિસબ્રિજ વિસ્તારમાં આવી રીતે દારૂ બનાવવામાં આવતું અને વેચાતું હોવા અંગે એલિસબ્રિજ પોલીસ અને પીઆઇ એસ.કે પલ્લાચાર્ય ઉંઘતા ઝડપાયા હતા.

    અમદાવાદમાં દારૂની બોટલ આ ભાવે વેચાય છે 800 રૂપિયાની દારૂની બોટેલ 1200, ડીલીવરી ચાર્જ અલગ સ્કોચની દરેક બ્રાન્ડ 700 ml 4500 અને તેથી વધુ વોડકાની ડિમાન્ડ મહિલાઓમાં વધુ હોવાથી બૂટલેગર ડબલ કિંમત વસૂલી રહ્યા છે દારુની દરેક બ્રાન્ડમાં 25 ટકા કિંમતમાં વધારો કર્યો છે


Download Our B K News Today App



Related News