મોદીના-હનુમાન-ઓમ-માથુર-અંબાજી-મંદિર-આવ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-16 06:21:54
  • Views : 521
  • Modified Date : 2019-04-16 06:21:54

શક્તિ,ભક્તિ અને
આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે શક્તિપીઠ અંબાજી ગુજરાતનું મોખરાનું યાત્રાધામ છે. હાલમાં ચૈત્રી નવરાત્રીનો પર્વ ચાલી રહ્યો છે ત્યારે  આજે વિશ્વ વિખ્યાત શક્તિપીઠ અંબાજીમાં  નવરાત્રી પર્વ સાથે લોકસભા ચૂંટણીનો માહોલ હોઈ   અંબાજી  મંદિરમાં નવરાત્રીના અંતિમ દિવસે ભાજપના ગુજરાત પ્રભારી ઓમ માથુર અંબાજી મંદિર આવ્યા હતા. તેમનું અંબાજી ભાજપા દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતું.
ગુજરાતના પ્રભારી ઓમ માથુર હાલ ગુજરાતની ૨૬ લોકસભાની સમીક્ષા કરી સમગ્ર સીટનો તાગ મેળવી રહ્યા છે ત્યારે  નવરાત્રીના અંતિમ દિવસે આજે સવારે અંબાજી આવેલા માથુરજીએ અંબાજી મંદિરમાં શીશ ઝુકાવી માતાજીને પ્રાર્થના કરી હતી. મંદિરના ગર્ભગૃહમાં પુજારીએ માતાજીની  પૂજા અર્ચના કરાવી ચુંદડી માથે ઓઢાડી તેમનું સ્વાગત કર્યુ હતુ. ત્યારબાદ માતાજીની ગાદીમાં જઈ ભટ્ટજી મહારાજ પાસે આશીર્વાદ મેળવ્યા  હતા અને રક્ષા કવચ હાથમાં બંધાવ્યું  હતું. જયારે ગુજરાતના સી.એમ. મોદી હતા ત્યારે ઓમ માથુર ગુજરાતના પ્રભારી વર્ષો સુધી રહ્યા હતા અને ત્યારે મોદી અને માથુરની જોડી રામ - હનુમાનની જોડીથી જાણીતી હતી. આજે ઓમ માથુરે મીડિયાને જણાવ્યું હતું કે ૨૦૧૯ મા બીજેપીની ગુજરાતમાં  ૨૬ માંથી ૨૬ સીટો આવશે  અને મોદી ફરીથી ૨૦૧૯ માં પીએમ બનશે તેવી માતાજીને પ્રાર્થના કરી હતી.
 તેમની સાથે અંબાજી ભાજપના નેતાઓ હાજર રહ્યા હતા અને અંબાજીની ઇસ્કોન હોટલમાં કાર્યકરો સાથે ચર્ચા વિચારણા કરી હતી.  આ સાથે દાંતાના સુદામાના નામથી જાણીતા સરૂપાજી રબારી-સિમ્બલપાણીએ ઓમ માથુરનું  ખેસ પહેરાવી તેમનું સ્વાગત કર્યુ હતું.

Download Our B K News Today App



Related News