ભાવનગરના સિહોરમાં અપહરણ કરી આધેડની પુત્રીને ફોન કરી 15 લાખની ખંડણી માંગી, અપહરણકારોએ તીક્ષ્ણ હથિયારથી હત્યા કરી મૃતદેહ ફેંકી ગયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-26 12:41:49
  • Views : 430
  • Modified Date : 2020-09-26 12:41:49

       ભાવનગરના શિહોરમાં ઘાંચીવાડમાં રહેતા અને પાન મસાલાની દુકાન અને કેબલ નેટવર્કનું કામ કરતા રજાકભાઈ શુવાલીભાઈ સેલોતનું ગઈકાલે સાંજે અજાણ્યા શખ્સોએ અપહરણ કર્યું હતું. અપહરણ કર્યા બાદ રજાકભાઈની પુત્રી સુમૈયાબેન પર અપહારણકારોએ ફોન કરી 15 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. ખંડણીની રકમ ન આપતા અપહરણકારોએ તીક્ષ્ણ હથિયારથી હત્યા કરી મૃતદેહ ફેંકી ગયા હતા. ઘટનાની જાણ સુમૈયાબેને પોલીસને કરી હતી. પોલીસે તપાસ કરતા આજે સવારે હત્યા કરાયેલી હાલતમાં રજાકભાઈની લાશ મળી હતી. હાલ તો પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

આરોપીએ ફોન કરીને 15 લાખની ખંડણી માંગી હતી
ઘટનાની વિગત અનુસાર ગઈકાલે સાંજે રજાકભાઈની પુત્રી સુમૈયાબેન પર અપહરણકારોએ ફોન કરીને 15 લાખ રૂપિયાની માંગણી કરી હતી. તારા બાપને જીવતો જોતો હોય તો 15 લાખનો થેલો તૈયાર રાખ જે અવાજ સુમૈયા ઓળખી ગઈ, જે ઘરે આવતો જતો અનિકેતનો હોય તેવુ લાગતા સુમૈયાએ કહ્યું કે અનિકેત મસ્તી કરમાં તેવું કહેતા અનિકેત નહીં હુસેન બોલુ છું તેમ કહીને ફોન કાપી નાખ્યો હતો. જેથી સુમૈયાએ અનિકેત ભરતભાઈ સોલંકી વિરુદ્ધ રૂપિયા પડાવવાના ઈરાદે રજાકભાઈનું અપહરણ કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી
પોલીસ તપાસ દરમિયાન આજે સવારે સુરકના દરવાજા વિસ્તારની અવાવરૂ જગ્યામાંથી રજાકભાઈની ઘાતકી હથિયારના ઘા ઝીંકી હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી હતી. પોલીસે મૃતદેહનો કબ્જો લઈને પીએમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ફરિયાદના વધુ તપાસ હાથ ધરી છે. રજાકભાઈ સેલોતને સંતાનમાં 5 દીકરી અને એક દીકરો છે. આમ ડોટર્સ ડેના આગલા દિવસે જ અપહરણકર્તાઓની 15 લાખની માંગણી પૂરી ન થતાં 5 દીકરી અને એક દીકરાએ પિતાની છત્રછાયા ગૂમાવી છે.

Download Our B K News Today App



Related News