જુના ડીસા ગામે દસ દિવસ અગાઉ મોબાઇલની દુકાનમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલી કાઢ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-29 11:11:17
  • Views : 251
  • Modified Date : 2022-03-29 11:11:17

ડીસા તાલુકા પોલીસે એક આરોપીને ચોરીમાં ગયેલ મુદ્દામાલ તથા એક મોટર સાઇકલ સાથે પકડી પાડ્યો હતો..

બનાસકાંઠા જિલ્લામાં ચોરી અને લૂંટની ઘટનાઓ રોજબરોજ સામે આવી રહી છે..જિલ્લામાં એક બાદ એક ચોરીની અનેક નાની-મોટી ઘટનાઓ સામે આવી રહ્યા છે..ચોર ટોળકી રાત્રીના અંધારાનો લાભ લઇ મકાન,દુકાન તેમજ મંદિરોમાં ચોરી કરતા હોય છે...ચોર ટોળકીને જાણે પોલીસનો સહેજ પણ ડર રહ્યો ન હોય તેમ એક પછી એક અનેક નાની-મોટી ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે.. ત્યારે આવી જ એક ચોરીનો બનાવ ડીસા તાલુકાના જૂનાડીસા ગામે બન્યો હતો જેમાં જૂના ડીસા ગમે આવેલ એક મોબાઇલની દુકાનમાં ચોરી થઈ હતી..જુનાડીસા ગામ ખાતે આવેલ કુમકુમ મોબાઇલની દુકાનમાં રાત્રી દરમિયાન અજાણ્યા તસ્કરે દુકાનનું શટર તોડી દુકાનમાંથી મોબાઇલ ફોન તથા એસેસરીઝ મળી કુલ ૮૬,૬૫૪ રૃપિયાનો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયો હતો..આ સમગ્ર ઘટના બાદ ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.. જેમાં જુના ડીસા ગામે દસ દિવસ અગાઉ રાત્રીના સમયે મોબાઇલની દુકાનમાં થયેલ ઘરફોડ ચોરીના વણ શોધાયેલ ગુન્હાઓનો ભેદ ગણતરીના દિવસોમાં શોધી કાઢી ડીસા તાલુકા પોલીસે આરોપી જીતેન્દ્રસિંહ અમરસિંહ રાવને ચોરીમાં ગયેલ મુદ્દામાલ તથા એક મોટર સાઇકલ સાથે પકડી પાડ્યો હતો..જ્યારે અન્ય બે આરોપીયોની શોધખોળ હજુ ચાલુ છે.. ડીસા રૂરલ પોલીસે આરોપી સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે 

Download Our B K News Today App



Related News