જૂના ડીસા ખાતે સુબોધસાગર જૈનાચાર્યના પ્રવેશદ્વારનું લોકાર્પણ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-20 13:44:24
  • Views : 458
  • Modified Date : 2019-11-20 13:44:24

ડીસા-પાટણ હાઇવે પર આવેલા જુનાડીસા ગામ ખાતે આકાર પામેલ મહાન જૈનાચાર્ય સુબોધસાગર પ્રવેશદ્વારને વયોવૃધ્ધ જૈનાચાર્ય પૂજય મનોહરકીર્તિજી મહારાજના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.જેમાં જુના ડીસાની ભૂમિમાં જન્મ લેનાર પૂ.આચાર્ય સુબોધસાગર મહારાજના ઉપકાર અને આશીર્વાદથી માત્ર જૈનો જ નહિ પરંતુ સનાતન હિંદુ સમાજ અને મુસ્લિમ સમાજ પણ જેમનું આદરપૂર્વક ઉચ્ચારણ કરે છે તેવા પૂ.આચાર્ય સુબોધસાગર મહારાજની જીવંતયાદ સદૈવ રહે તેવા આશયથી ઉપકારી સંતના ઋણાનુરાગી જૈનબંધુ બેલડી તરીકે જૈન અગ્રણી એવા એડવોકેટ બાબુભાઈ વી.મહેતા અને લઘુબંધુ સ્વ.અરવિંદભાઈ મહેતાના દાનથી ડીસા - પાટણ રોડથી જુનાડીસામાં પ્રવેશતાં જ નયનરમ્ય “સુબોધસાગર પ્રવેશદ્વારનું ઉદ્દઘાટન તપસ્વી અને વયોવૃધ્ધ જૈનાચાર્ય પૂ.મનોહરકીર્તીજી મહારાજના હસ્તે અને ડીસાના ધારાસભ્ય શશીકાન્તભાઇ પંડ્યાની ઉપસ્થતિમાં કરવામાં આવ્યું હતું. આમ આ પ્રસંગે દિનેશભાઈ અનાવાડીયા, જીલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ મહેશભાઈ દવે, દેવુભાઇ સોલંકી, સરપંચ બબાભાઇ ખટાણા, જુનાડીસા જૈન સંઘના આર.આર.શેઠ, નજીરભાઇ ઘાસુરા, બબાભાઇ પટેલ, નરેશભાઈ શેઠ, જુનાડીસાની પૂર્વ માનવ સેવા સમિતિના કાર્યકર વિક્રમભાઈ મહેતા સહિતના લોકો હાજર રહ્યા હતા.

Download Our B K News Today App



Related News