જુના ડીસાની આંગણવાડી કાર્યકર યુવતીને સાસરિયા દ્વારા ત્રાસ યુવતીએ પતિ સાસુ સસરા અને નણંદ સામે ફરિયાદ નોંધાવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-12 12:32:11
  • Views : 346
  • Modified Date : 2022-07-12 12:32:11

 

 ડીસા તાલુકાના જુના ડીસા ગામમાં રહેતી અને સિદ્ધપુર તાલુકાના ડુંગરિયાસણ ગામે આંગણવાડી કાર્યકર તરીકે ફરજ બજાવતી યુવતીને તેના પતિ સહિત સાસરીયાઓએ દહેજ માંગી શારીરિક માનસિક ત્રાસ આપતા તેણીએ ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

 

અંગેની વિગત એવી છે કે,ડીસા તાલુકાના જુનાડીસા ગામે રહેતા અહેમદખાન ફતેખાન રાઠોડની દીકરી સામિયા ના લગ્ન સાતેક વર્ષ અગાઉ સિદ્ધપુર તાલુકાના ડુંગરિયાસણ ગામના વસીમખાન મહેબૂબખાન સિપાઈ સાથે થયેલા હતા. લગ્ન બાદ તેમનું સંસાર વ્યવસ્થિત ચાલતો હતો પરંતુ બે વર્ષ સુધી કોઈ સંતાન ન થતા સામ્યાના પતિ વસીમખાને તેણીને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ તેણીની પાસે દહેજ ની માંગણી કરી વારંવાર તેણીને મારઝુડ કરવામાં આવતી હતી. જ્યારે તેના સસરા, સાસુ અને નણંદ દ્વારા પણ તેના પતિની ચઢામણી કરી માર મારી શારીરિક માનસિક ત્રાસ આપાતા સામિયા ત્રણેક વર્ષ અગાઉ તેના પિતાના ઘરે જુનાડીસા રહેવા આવી ગઈ હતી.જે બાદ વસીમ દ્વારા તેણીને તલાકની નોટિસો પણ પાઠવવામાં આવી હતી. જોકે સામીયાએ એક નોટિસનો સ્વીકાર કરી બીજી નોટિસ સ્વીકારી ન હતી. જેથી તેના પતિ સહિત સાસરિયાંઓએ જુનાડીસા સમાધાન માટે આવી અમારે સામિયાને રાખવી જ નથી તેમ કહી ઝઘડો કરી મારી નાખવાની ધમકી આપી હતી.જેથી આ અંગે સામિયાએ તેના પતિ વસીમખાન સિપાઈ, સસરા મહેબૂબખાન સિપાઈ, સાસુ જરીનાબેન સિપાઈ અને નણંદ સાહેલાબેન કુરેશી સામે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News