અમદાવાદમાં AMTSની અડફેટે સાયકલ ચાલક વૃદ્ધનું મોત.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-04 14:49:07
  • Views : 95
  • Modified Date : 2023-07-04 14:49:07

 રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. આવી જ એક અકસ્માતનો બનાવ અમદાવાદમાં બન્યો છે. અમદાવાદમાં AMTSની અડફેટે વૃદ્ધનું મોત થયાની ઘટના સામે આવી છે. શાહપુર ચાર રસ્તા પાસે સાઇકલ ચાલક વૃદ્ધ પસાર થતા હતા તે દરમિયાન આ અકસ્માત થયો છે.ડ્રાઇવરે સાઇકલ ચાલકને અડફેટે લેતા તેમનું ઘટનાસ્થળે મોત નિપજ્યું છે. અકસ્માત બાદ ડ્રાઇવર બસ મુકીને ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો છે. ઘટનાની જાણ થતા જ પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે આવી પહોંચી હતી અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. તો ગઈકાલે સોમવારે સુરતમાં પણ સીટી બસની અડફેટે 18 વર્ષના યુવકનું મોત થયુ છે.

Download Our B K News Today App



Related News