ઓઇલચોરીના ભૂમાફીયાઓ દ્વારા લાંબી ટનલ બનાવી વાલ્લો ફીટ કરી કરતા હતા ઓઈલ ચોરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-08-23 12:24:36
  • Views : 244
  • Modified Date : 2021-08-23 12:24:36

      પાટણ જિલ્લાના સિદ્ધપુર અને જીલ્લાની રણકાંધીએ આવેલ તાલુકાઓ માંથી પસાર થતી કંડલા ભટીંડા અને મુંદ્રા ભટીંડા આઈઓસી પાઇપલાઇનમાં પંચર કરી ઓઈલ ચોરી કરવાના કૌભાંડની ઘટનાઓ અનેકવાર પ્રકાશમાં આવી છે. ત્યારે આજરોજ સાંતલપુરના સીધાડા નજીકથી પસાર થતી મુંદ્રા ભટીંડાની મુખ્ય આઇઓસી પાઇપલાઇનમાં પંચર કરી ઓઈલચોરી કરવાનું મોટું કૌભાંડ ઝડપાયું છે. જેમાં હિન્દુસ્તાન ઓઇલ લાઇનમાં કેટલાક અજાણ્યા ઇસમોએ મુખ્ય પાઇપલાઇનમાં પંચર કરી વાલ્વ લગાવી પાઇપલાઇન મારફતે હજારો લીટર ઓઇલ ચોરી કરતા હતા. ઓઇલચોરીના માફીયાઓ દ્વારા આઇઓસીની પાઈપલાઈનમાં લાંબી ટ્રનલ બનાવી પંચર કરી વાલ્વ ફીટ કરી ઓઈલની ચોરી કરવામાં આવતી હતી જે કૌભાંડનો પર્દાફાશ થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ત્યારે ઘટનાને પગલે જીલ્લા એસ.પી.સહિત ડીવાયએસપી,એલસીબી અને અન્ય પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ઓઈલચોરીના કૌભાંડની વધુ તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News