ઓહ માય ગોડ! વરુણ ધવનની બોડી તો જુઓ, ફિલ્મનાં સેટ પરથી વાયરલ થઈ ગયા ફોટો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-21 12:34:07
  • Views : 387
  • Modified Date : 2022-04-21 12:34:07

વરુણ ધવનની તસવીરો વાયરલ  

જાહ્નવી કપૂર સાથે કરી રહ્યા છે ફિલ્મ 

નીતેશ તિવારી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ આવતા વર્ષે થશે રિલીઝ 

વરુણ ધવનની તસવીરો

એક્ટર વરુણ ધવન લાંબા સમયથી સીનમાંઘરોઠ ગાયબ છે, જોકે જલ્દી જ એક નવી ફિલ્મ સાથે સ્ક્રીન પર ફેન્સ વચ્ચે ધમાકો કરવા તેઓ પાછા ફરી રહ્યા છે. હાલમાં જ નિર્માતા સાજીદ નડિયાદવાલાએ એક જબરદસ્ત કાસ્ટિંગનું એલાન કર્યું હતું અને નીતેશ તિવારી દ્વારા નિર્દેશિત લવ સ્ટોરી 'બવાલ' માત વરુણ ધવન અને જાહ્નવી કપૂરને ફાઈનલ કર્યા હતા. આ પહેલી વાર છે કે વરુણ અને જાહ્નવી, બંને એકબીજા સાથે સ્ક્રીન શેર કરશે. આ ફિલ્મનું નિર્દેશન પ્રશંસિત ફિલ્મમેકર નીતેશ તિવારી કરી રહ્યા છે, તે ફેક્ટ ફેન્સનાં ઉત્સાહમાં વધારો કરે છે. સાથે જ વરુણ ધવનની એક તસવીર ખૂબ જ વાયરલ થઇ રહી છે.

 

વાયરલ થઇ તસવીરો 
હવે આ દરમિયાન, વરુણ ધવનની અમુક તસવીરો વાયરલ થઇ રહી છે, જેણે સૌને એક્સાઈટેડ કર્યા છે. આજકાલ તેઓ લખનૌમાં શુટિંગ કરી રહ્યા છે. 

5 યૂરોપીય દેશોમાં થશે ફિલ્મનું શુટિંગ 
આ ફિલ્મનું શુટિંગ 3 ભારતીય લોકેશન્સ અને 5 યૂરોપીય દેશોમાં કરવામાં આવશે, જેમાં પેરિસ પણ સામેલ છે. આવામાં જાહ્નવી કપૂર અને વરુણ ધવન વચ્ચેની ઇલેક્ટ્રિક કેમેસ્ટ્રીનું વચન આપતી આ ફિલ્મ સુંદર વિઝ્યુઅલ્સ સાથે એક ગ્રેટ સ્ટોરી લાઈન પેશ કરશે, જેની પાછળ નીતેશ તિવારી જેવા શાનદાર ડાયરેક્ટર પણ છે. જણાવી દઈએ કે સાજીદ નડિયાદવાલા દ્વારા નિર્મિત આ ફિલ્મ 7 એપ્રિલ, 2023નાં રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. 

વરુણ ધવનનું કપાયું હતું ચલણ 
થોડા દિવસો પહેલા આ ફિલ્મના શુટિંગ દરમિયાન યૂપી પોલીસે વરુણ ધવનનાં ચલણ કાપ્યા હતા. વરુણ ધવન રોડ પર બાઈક ચલાવતા જોવા મળ્યા હતા અને આ દરમિયાન જ હેલ્મેટ ન પહેર્યું હોવાને કારણે તેમના ચલણ કપાયા હતા. 

 

 

Download Our B K News Today App



Related News