માણસા ન.પા.ના સેનેટરી વિભાગના અધિકારી અને ચીફ ઓફિસરની નિષ્ક્રિયતા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-20 12:22:30
  • Views : 413
  • Modified Date : 2019-12-20 12:22:30

માણસા નગરમાં ઠેર-ઠેર ગંદકી જોવા મળી રહી છે.  તસ્વીરમાં માણસા ના હાર્દ સમા માર્ગ અને આપણા લોખંડી
પુરૂષ એવા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે આવેલા સરદાર માર્કેટ કે જેની બાજુમાં માણસા પોલીસ ચોકી પણ આવેલી છે તેમ છતા પણ આ રોડ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો દેખાઈ રહ્યા છે.
જેમાં રોડ ઉપર શાકમાર્કેટ ઉભું કર્યુ હોય તેમ ખુલ્લે આમ રોડ ઉપર લારીઓ ઉભી કરી દેવામાં આવી છે. તેમ છતા પણ પોલીસ તંત્ર, ટી.આર.બી. અને હોમગાર્ડ દ્વારા પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. ભરબજારે  જાહેર માર્ગો પર ખુલ્લેઆમ ગાયોનો  અડિંગો જોવા મળી રહ્યો છે. કોઈ મોટી જાનહાનિ થાય તેવી પરિસ્થિતિ સર્જાય તેની રાહ જોવાઈ રહી હોય તેવું લાગે છે. આ ઉપરાંત અત્યારે હાલમાં દરેક શહેર અને ગામડાઓમાં
પણ મોટા રોગ ચાળાની અસર વર્તાય રહી છે અને ડેન્ગ્યુ જેવા જીવલેણ રોગોનો ઉપદ્રવ વધી રહ્યો છે. તેમ છતા પણ માણસા અર્બન હેલ્થ સેન્ટરની ટીમ જાગૃત થતા તેમની ટીમ દ્વારા માણસા નગરની તખ્તેશ્વર સોસાયટીની વિઝિટ કરતા તેમને પ્લોટ નંબર ૨૭માં મકાનનું કામ કરવા માટે હોજ બનાવી તેમાં ૪૦થી૫૦ દિવસ પહેલાં  પાણી ભરવામાં આવ્યું હતું અને હોજ ખુલ્લો છોડી દેવામાં આવ્યો હતો. જેના
પાણીના અંદરથી પોરાના નમૂના મળી આવ્યા હતા અને તેના કારણે કોઈ મોટી બીમારી કે અકસ્માત ના થાય તે માટે આરોગ્ય ટીમ દ્વારા ૧૭/૧૨/૧૯ના રોજ માણસા ચીફ ઓફિસરને અરજી આપી માણસા અર્બન હેલ્થ સેન્ટર દ્વારા જાણ કરવામાં આવી હતી. તેમ છતાં પણ કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી.

Download Our B K News Today App



Related News