જીલ્લામાં ફરી એકવાર ઓફલાઇન શિક્ષણ શરૂ : કોરોના ગાઈડલાઇન સાથે વિદ્યાર્થીઓએ અભ્યાસ કર્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-02-08 13:07:26
  • Views : 270
  • Modified Date : 2022-02-08 13:07:26

 

ગુજરાતમાં કોરોના વાઇરસની ત્રીજી લહેર દરમ્યાન શાળાઓ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.ત્યારે એકવાર ફરી શાળાઓ આજથી શરૂ થઈ ચૂકી છે

કોરોના વાઇરસને પગલે સમગ્ર વિશ્વની વ્યવસ્થા ખોરવાઈ ચૂકી છે.. અને તેની પ્રભાવથી શિક્ષણ વિભાગ પણ બાકાત નથી રહ્યો... ગુજરાતમાં કોરોના વાઇરસને પગલે શાળાઓમાં શિક્ષણ કાર્ય બંધ કરી દેવામાં આવ્યું હતું અને બાળકોને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવતું હતું.. પરંતુ કોરોના વાઇરસની પ્રથમ અને બીજી લહેર પૂરી થતાં શાળામાં એકવાર ફરી શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું અને સરકાર દ્વારા ખાસ એસ.ઑ.પી. નક્કી કરીને ઓફલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું હતું.. પરંતુ કોરોના વાઇરસની ત્રીજી લહેરનો આતંક વધી જતાં એકવાર ફરી શાળાઓમાં શિક્ષણ કાર્ય સ્થગિત કરી દેવામાં આવ્યું હતું.. ત્યારે એકવાર ફરી રાજ્ય સરકાર દ્વારા આજથી શાળાઓ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.. આગામી સમયમાં પરીક્ષાઓ શરૂ થવા જઇ રહી છે ત્યારે આજથી શાળાઓ શરૂ થતાં વિધાર્થીઓમાં પણ ઉત્સાહ છે અને વિધાર્થીઓનું માનવું છે કે લાંબા વિરામ બાદ શાળાઓ શરૂ થતાં તેમણે અભ્યાસમાં ખૂબ જ ફાયદાકારક સાબિત થશે..

આજથી શાળાઓ શરૂ થતાં શાળાના સંચાલકો પણ ખૂબ જ સક્રિય જોવા મળી રહ્યા છે અને સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી ગાઈડલાઇનનું સંપૂર્ણ પાલન કરવામાં આવી રહ્યું છે.. શાળામાં પ્રવેશ કરતાં બાળકોને સેનેટાઈજ કર્યા બાદ માસ્ક સાથે જ શાળામાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે આ ઉપરાંત શાળામાં બાળકો વચ્ચે સોસિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે અંગે પણ ખાસ તકેદારી રાખવામા આવી રહી હોવાનું શાળાના સંચાલકો જણાવી રહ્યા છે.

Download Our B K News Today App



Related News