સુરતમાં 192 વિદ્યાર્થીઓને કોરોના પોઝિટિવ આવતા ક્લાસીસ, શાળા અને કોલેજમાં 7 દિવસ માટે ઓફલાઇન શિક્ષણ બંધ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-17 11:03:04
  • Views : 285
  • Modified Date : 2021-03-17 11:03:04

    રાજ્યમાં કોરોનાના વધતા સંક્રમણને લઈને મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂ લંબાવવામાં આવ્યો છે. રાજ્ય સરકારે આજથી ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યૂનો અમલ કરવાનો નિર્ણય કર્યો છે. રાત્રી કર્ફ્યૂની મુદ્દત આજથી 31મી માર્ચ સુધી લંબાવવામાં આવી છે. તો સુરત શહેરમાં કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્યો છે. ગઇકાલે 292 કોરોનાના નવા કેસ નોંધાયા હતા. સુરત શહેરમાં 1500 જેટલા એક્ટિવ કેસ છે. કોરોનાના કેસ વધતા તંત્ર દ્વારા કડક નિર્ણયો લેવાયા છે. મનપાએ ફરવા લાયક સ્થળો પર પ્રતિબંધ લગાવ્યો છે. સુરતમાં કોરોનાનું સંક્રમણ વધતા તંત્રએ વધુ એક નિર્ણય લીધો છે.

    મહાનગરપાલિકા કમિશનર બંછાનીધી પાનીએ VTV સાથે વાતચીત દરમિયાન કહ્યું કે, કોરોનાની પરિસ્થિતિને પહોંચી વળવા મનપા તૈયાર છે. બહારથી આવેલા લોકોના ટેસ્ટિંગ અચૂક થાય. લોકો 7 દિવસ સેલ્ફ ક્વોરન્ટાઇન થાય તે માટે કામગીરી કરી રહ્યા છીએ. શાળામાં ઓનલાઇન શિક્ષણ થાય એના માટે પણ અપીલ કરાઇ છે.સુરતમાં કોરોનાના કેસ વધતા મનપાએ મહત્વનો નિર્ણય લીધો હતો. સુરતમાં સૌથી વધુ કેસો આવતા સીટી બસને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એક સપ્તાહ માટે સુરત શહેરમાં 21 રૂટો પર સિટી બસ અને BRTS સેવા બંધ કરાઇ છે. અઠવા, રાંદેર, લિંબાયત ઝોનમાં સૌથી વધુ કોરોનાના કેસ સામે આવતા ત્યાં સીટી બસો બંધ કરવાનો નિર્ણય તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે.

    સુરત મહાનગરપાલિકાએ શહેરના તમામ બાગ-બગીચાઓ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. આમ, સુરતમાં કોરોના વાયરસનું સંક્રમણ વધતા સિટી બસ બાદ હવે બગીચાઓ પણ બંધ કરવાના આદેશ અપાયા હતા. ત્યારબાદ શહેરના તમામ બાગ બગીચાઓ, શાંતિકુંજ બંધ કરાયા છે. પ્રાણી સંગ્રહાલય અને એકવેરિયમ પણ લોકો માટે બંધ કરાયા છે.

    સુરતમાં કોરોના વાયરસના કેસ સતત વધતા આરોગ્ય રથ કાર્યરત કરાયા છે. સુરતમાં 94 ધન્વંતરી આરોગ્ય રથ દ્વારા સર્વે કરાયો છે. જેમાં 30 હજાર 593 ઘરોમાં 1 લાખ 26 હજાર 285 લોકોનો સર્વે કરવામાં આવ્યો છે. સર્વેમાં 12 હજાર 106 લોકોની ઓપીડી કરાઇ છે. જ્યારે 30 જેટલા તાવના કેસ મળી આવ્યા છે. અને 11 હજાર 277 કેસ અન્ય બીમારીઓના આવતા તંત્રની ચિંતા વધી છે.

    સુરતમાં ટેક્સટાઇલ માર્કેટમાં કોરોનાથી ચિંતા વધી છે. ગઇકાલે સુરતમાં ટેક્સટાઇલ માર્કેટમાં એક દિવસમાં 54 કેસ પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેને લઇને ટેક્સટાઇલ માર્કેટના સમયમાં ફેરફાર કરી દેવાયો છે. ટેક્સટાઇલ માર્કેટ સવારે 10થી સાંજના 7 વાગ્યા સુધી ખુલી રહેશે. કોરોનાને લઇ કાપડ ઉદ્યોગની મુશ્કેલીઓ વધી છે. અને વેપારીઓએ પ્રવાસ પણ રદ કર્યો છે. ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં સાડી, દુપટ્ટા, ડ્રેસ મટીરીયલના ઓર્ડર માટે જતા વેપારીનો પ્રવાસ રદ પ્રવાસ રદ કરી દીધો છે.

 

Download Our B K News Today App



Related News